AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શામળાજી-રાધનપુર હાઈવે જમીન સંપાદનને લઈ ખેડૂતોનો વિરોધ, ઈડરમાં રેલી યોજાઈ

સાબરકાંઠાના ઈડર ના બડોલી થી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે. એક તરફ ઈડર શહેર માંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો […]

શામળાજી-રાધનપુર હાઈવે જમીન સંપાદનને લઈ ખેડૂતોનો વિરોધ, ઈડરમાં રેલી યોજાઈ
ખેડૂતોનો વિરોધ
| Updated on: Jan 23, 2024 | 4:40 PM
Share

સાબરકાંઠાના ઈડર ના બડોલી થી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં નેશનલ હાઇવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે.

એક તરફ ઈડર શહેર માંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે, તો બીજી તરફ હવે આઠ જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે. ઈડરમાંથી પસાર થવું એટલે અંબાજી સ્ટેટ હાઈવેના વાહનચાલકો માટે સૌથી મોટી પરેશાની છે. આ દરમિયાન હવે નેશનલ હાઈવેનો બાયપાસ માર્ગ તેનો ઉેકલ જણાઈ રહ્યો છે. જોકે ખેડૂતોએ ફળદ્રુપ જમીનને બદલે વૈકલ્પિક રીતે જમીન સંપાદન કરવાની માંગ શરુઆતથી કરી હતી.

8 ગામડાંના ખેડૂતોનો વિરોધ

હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સાથો સાથ સંપાદિત થયેલી જમીનમાં 10 કૂવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે. જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે નુક્સાન ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઇ છે.

જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે 8 જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધાભાસ સર્જાયો છે.

ખેડૂતોએ આંદોલનની આપી ચીમકી

એક તરફ ખેડૂતો તેમજ પશુપાલકો હાઇવે રોડ નો વિરોધ કરી રહ્યા છે. તેમ જ આજે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂ કરાયેલા વિરોધાભાસમાં સર્વે નંબરમાં પણ ખૂબ મોટી ભૂલ હોવાની રજૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી

જમીન માપણી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ અલગ હોવાના કારણે ખેડૂતોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો જમીન ન આપવી પડે તે માટે 300 થી વધારે રજૂઆતો કરી ચૂક્યા છે. તો બીજી તરફ સરવે નંબરમાં પણ ભારે વિરોધાભાસ સર્જાઇ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ મામલો વધુ ગરમાય તેમ છે. જોકે ખેડૂતો મળતે દમ તક વિરોધ કરવાની તૈયારી કરી ચૂક્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">