AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ, તલોદમાં ધોધમાર વરસાદ વરસ્યો

Gujarat Rains Updates: તલોદમાં પોણા ચાર ઈંચ વરસાદને લઈ વિસ્તારમાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.

Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ, તલોદમાં ધોધમાર વરસાદ વરસ્યો
Rain in Sabarkantha
| Updated on: Jun 30, 2023 | 8:31 AM
Share

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. વિજયનગર તાલુકામાં ગુરુવારે વરસાદ નોંધાયો નહોતો. તલોદમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. તલોદમાં પોણા ચાર ઈંચ વરસાદને લઈ વિસ્તારમાં અનેક નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા.

જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યુ હતુ. છેલ્લા 2 દિવસથી ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે દિવસે અને રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને તલોદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખેડૂતોને વરસાદને લઈ રાહત સર્જાઈ હતી.

તલોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ખુશખુશાલ

છેલ્લા 24 કલાકના અરસા દરમિયાન અરવલ્લીના ધનસુરા, બાયડ અને સાબરકાંઠાના તલોદ આ ત્રણ તાલુકાઓમાં ભારે વરસાદ વરસાદ નોંધાયો હતો. ભૌગોલિક રીતે એક બીજા સાથે જોડાયેલા તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદ ના પુર્વ પટ્ટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં વરસાદ સાંબેલાધાર વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અણિયોર, પનાપુર, રોઝડ, લાંક, સલાટપુર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ વાવણી કરી રહેલા ખેડૂતોને માટે રાહત સર્જાઈ હતી. વિસ્તારમાં મગફળી અને કપાસની ખેતી કરનારા ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો. અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને માટે વાવણીના સમયે વરસાદને લઈ મોટી રાહત સર્જાઈ હતી. વિસ્તારના ખેડૂતોને ખેતરમાં પાણી જોઈને આનંદ છવાયો હતો. વરસાદી માહોલ જામ્યો હોવાને લઈ વિસ્તારમાં હજુ વધુ વરસાદ આગામી એકાદ બે દિવસ દરમિયાન વરસવાની ખેડૂતોને આશા છે.

આ પણ વાંચોઃ Rain in Aravalli: બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ, 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ

જિલ્લામાં ગુરુવારે વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈ છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે શુક્રવારે સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તલોદમાં પોણા ચાર ઈંચ વરસાદ ઉપરાંત ઈડરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. વડાલીમાં પોણો ઈંચ અને ખેડબ્રહ્માં તાલુકામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. હિંમતનગર અને પ્રાંતિજમાં અડધા-અડધા ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. પોશીના વિસ્તારમાં માત્ર 5 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં એક માત્ર વિજયનગર તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

સાબરકાંઠા વરસાદ (In MM)
તાલુકો નોંધાયેલ વરસાદ સિઝનનો કુલ વરસાદ
તલોદ 89 153
ઈડર 36 208
ખેડબ્રહ્મા 28 220
વડાલી 20 199
હિંમતનગર 15 119
પ્રાંતિજ 14 87
પોશીના 05 356
વિજયનગર 00 228

આ પણ વાંચોઃ Wasim Akram, IND vs PAK: અમદાવાદમાં રમવાને લઈ વસીમ અકરમે કહી મોટી વાત, PCB ને બતાવી દીધો અરીસો

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">