Rain in Aravalli: બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ, 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

Gujarat Rains Updates: ગુરુવાર સવારથી જ અરવલ્લી જિલ્લાનુ વરસાદી વાતાવરણ જામ્યુ હતુ. જિલ્લાના બાયડ અને ધનસુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો હતો.

Rain in Aravalli: બાયડ અને ધનસુરામાં ધોધમાર વરસાદ, 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
Rain in Aravalli
Follow Us:
| Updated on: Jun 30, 2023 | 8:26 AM

અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના બાયડ અને ધનસુરા વિસ્તારમાં ધોધમાર વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન વરસ્યો હતો. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે મુજબ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને ધનસુરા અને બાયડ પંથકમાં વધારે વરસાદ ખાબક્યો હતો. બાયડ વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધનસુરા તાલુકામાં સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ અગાઉ છૂટો છવાયો વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યુ હતુ. પરંતુ વરસાદના હળવા ઝાપટા વરસી રહ્યા હતા. પરંતુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં વરસવાને લઈ સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ હતી.

બાયડ અને ધનસુરા જળબંબાકાર

ગુરુવારે દિવસ અને રાત બાયડ તેમજ ધનસુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાયડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બાયડમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચ ઈચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બાયડમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. ધોધમાર વરસાદને લઈ વિસ્તારમાં એક તરફ રાહત સર્જાઈ હતી. તો બીજી તરફ સ્થાનિકો ભારે વરસાદથી મુશ્કેલીમાં મુકાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ Rain in Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ, તલોદમાં ધોધમાર વરસાદ વરસ્યો

ધનસુરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા સવા ચારેક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ધનસુરામાંથી પસાર થતા કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. આવા જ દ્રશ્યો ધનસુરા તલોદ સ્ટેટ હાઈવે પર જોવા મળ્યા હતા. ધનસુરામાં ધોધમાર વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જિલ્લામાં માાલપુરમાં બે ઈંચ અને મેઘરજમાં દોઢેક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મુખ્ય મથક મોડાસામાં એક ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. સૌથી ઓછો વરસાદ જિલ્લામાં ભિલોડામાં નોંધાયો હતો. જ્યાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદ

અરવલ્લીમાં નોંધાયેલ વરસાદ (In MM)
ક્રમ તાલુકો નોંધાયેલ વરસાદ
01 ધનસુરા 108
02 બાયડ 123
03 માલપુર 54
04 મેઘરજ 34
05 મોડાસા 29
06 ભિલોડા 18

આ પણ વાંચોઃ Wasim Akram, IND vs PAK: અમદાવાદમાં રમવાને લઈ વસીમ અકરમે કહી મોટી વાત, PCB ને બતાવી દીધો અરીસો

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">