ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો

|

Jul 28, 2022 | 9:48 AM

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ (rain) વરસ્યો છે,જેમાં સૌથી વધુ બનાસકાંઠાના (banaskantha) દાંતામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા મહેરબાન, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો
Rain in gujarat

Follow us on

બે દિવસથી રાજ્યમાં (Gujarat Rain) અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 118 તાલુકામાં વરસાદ (rain) વરસ્યો છે,જેમાં સૌથી વધુ બનાસકાંઠાના (banaskantha) દાંતામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.જ્યારે વલસાડના (valsad)  કપરાડામાં 2 ઈંચ,ધંધુકામાં 1.5 ઈંચ,બોટાદના રાણપુરમાં 1.5 ઈંચ,નર્મદાના નાંદોદમાં 1.5 ઈંચ,બનાસકાંઠાના ધાનેરામાં 1 ઈંચ,અમદાવાદ (Ahmedabad) શહેરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.

ઉતરગુજરાતમાં મેઘાનું દે..ધનાધાન

બનાસકાંઠાના અંબાજીમાં (Ambaji) ભારે આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી.ભારે વરસાદના પગલે બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.સતત બીજા દિવસે ભારે વરસાદના પગલે બડોલીની ઘઉંવાવ નદી બે કાંઠે વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી.ઈડરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.જયારે તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 23 ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.જેમાં બોપલ- ઘુમામાં ધોધમાર વરસાદ નોંધાયો,સાથે જ વેજલપુર, જીવરાજમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.તો પ્રહાલાદનગર, ઈસ્કોન, થલતેજ સહિત સરખેજમાં પણ વરસાદ થતા ઠેર-ઠેર રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

વરસાદી પાણી ન ઓસરતા ભારે હાલાકી

અમદાવાદમાં (Ahmedabad) શનિવારના રોજ પડેલા ભારે વરસાદ (heavy rain) અને ત્યાર બાદ પડેલા છૂટાછવાયા વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ બંધ થયા બાદ મોટાભાગના સ્થળોએ ભરાયેલા પાણી ઓસરી ગયા છે. પરંતુ વસ્ત્રાલ વોર્ડમાં આવું નથી. વસ્ત્રાલ વોર્ડમાં આવેલા ગંગા એપાર્ટમેન્ટ પાસે હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી.આ વરસાદી પાણી નહીં ઓસરવાને કારણે મુખ્યમંત્રી આવાસ યોજનાના એપાર્ટમેન્ટ સહિત આસપાસની સોસાયટીઓના લોકોની મુશ્કેલી વધી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય વરસાદ પડે તો પણ અહીં પાણી ભરાઈ જાય છે.આ વર્ષે પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે.આ અંગે લોકોએ સ્થાનિક તંત્રને (AMC) જાણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ કોર્પોરેટર કે નેતા જોવા સુદ્ધા નથી આવ્યા.

Next Article