Daman-Diu અને લક્ષદ્વીપ પ્રશાસકે દિશા ચીંધી, હવે હિંમતનગર GIDC ના ઉદ્યોગકારો નવી પહેલ કરશે
ગુજરાત રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિત રહ્યા હતા અને જેમની ઉપસ્થિતીમાં દિવ-દમણ, દાદરા અને નગર હવેલી તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ઉદ્યોગકારોને સામાજીક પરિવર્તન માટે નવી પહેલ માટે દિશા ચીંધી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર નજીક આવેલ GIDC સ્થિત અદ્યતન કોન્ફરન્સ હોલને દિવ-દમણ, દાદરા અને નગર હવેલી તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પ્રફુલ પટેલે બતાવ્યુ હતુ કે, ઉદ્યોગો દેશની કરોડરજ્જુ છે અને તે સમાજને માટે મોટુ યોગદાન આપી શકે છે. ઉદ્યોગો સમાજ ઉપયોગી કાર્યો રોજગારી આપવા ઉપરાંત કુપોષિત બાળકો અને શિક્ષણની જરુરિયાત ધરાવતા બાળકોને દત્તક લઈને સમાજને માટે મહત્વનુ કાર્ય કરી શકે છે. ઉદ્યોગોએ હવે આ દીશામાં કાર્ય કરવુ જોઈએ એ માટે તેઓએ આહ્વાન કર્યુ હતુ.
પ્રફુલ પટેલે ઉદ્યોગો કેવા પ્રકારે સ્થાનિક વિસ્તારના વિકાસ અને સમાજ જીવનમાં ઉપયોગી નિવડી શકે છે અને એ માટે ઉદ્યોગકારોએ આ દિશામાં કામ કરવા માટે અપિલ કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, બાળકોને દત્તક લેવાની પહેલ સમાજ જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને આ કાર્ય હિંમતનગરની GIDC ના ઉદ્યોગકારોએ કરવુ જોઈએ. આ માટે ઉદ્યોગકારોએ પણ આ પહેલને શરુ કરવાની તૈયારી દર્શાવી હતી.
મોદી સરકારે ઉદ્યોગોને નવી દિશા આપી
પ્રફૂલભાઇ પટેલે જણાવ્યું હતું કે, કે “ઉધોગો એ દેશના કરોડરજ્જુ સમાન છે, દેશમાં ઉધોગો માટે સારુ વાતાવરણ હશે તો વિદેશી રોકાણની તેટલી જ નવી તકોનું નિર્માણ થઇ શકે વર્ષો અગાઉ દેશમાં નાનામાં નાની ચીજવસ્તુઓ માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું પરંતુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ઉધોગોને નવી દિશા આપવાનું કામ કર્યુ છે.”
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે “એક નીલકટર ચીનમાંથી આયાત કરવું પડતું હોય તો આપણે કેમ ના બનાવી શકીએ. આવા નાના નાના કેટલાય ઉદ્યોગોની વ્યાપકતા વધારીએ તો નાનો માણસ પણ મોટા ઉદ્યોગ તરફ પગરવ માંડી શકે”. તેમણે ઉધોગકારોને સમાજપયોગી પ્રવૃતિનું આહ્વાન કરતા કહ્યુ હતું કે કુપોષિત બાળકોને દત્તક લઇ તેમજ શિક્ષણની જરૂરીયાતવાળા બાળકોને શિક્ષણ સહાય મળે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
વતનના વિકાસમાં આજે ભાગીદાર થવાનો અવસર મળ્યો હતો. આજે, હિંમતનગર જી. આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એશોસીએશનના કોન્ફરન્સ હોલનું ઉદ્ઘાટન ઉદ્યોગ,નાગરિક ઉડ્ડયન, શ્રમ રોજગારના રાજ્યમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતજી અને ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાજીની ઉપસ્થિતિમાં કર્યું હતું. pic.twitter.com/tL9wqZzV8T
— Praful K Patel (@prafulkpatel) June 3, 2023
ઉદ્યોગ પ્રધાને કહ્યુ-સરકારે GIDC ને વેગ આપ્યો
રાજ્યના ઉદ્યોગ અને શ્રમ રોજગાર પ્રધાને બતાવ્યુ હતુ કે, ગુજરાત ઉદ્યોગ વિકાસમાં સૌથી આગશ છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સરકારના શાસનના 9 વર્ષ પૂર્ણ થયા છે. સરકારે નાના ઉદ્યોગોને વેગ આપ્યો છે. ઉદ્યોગ સાહસિક ગુજરાતીઓને લઈ કહ્યુ હતુ કે, નાની મૂડીથી પણ સારો ધંધો કરવાની ત્રેવડ ગુજરાતીઓની છે. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.