સાબરકાંઠાનાં પ્રાંતિજ હવે ખેતરોનાં ઉભા મોલમાંથી ચોરીની ઘટના, તસ્કરો ફુલાવરનાં રોપાની ચોરી કરી જતા ખેડુતો ચિંતામાં મુકાયા

|

Jan 16, 2021 | 8:20 AM

 તસ્કરો માત્ર સોના ચાંદીના ઘરેણાં કે પછી રોકડની ચોરી જ કરે છે એમ નથી. તસ્કરો હવે ખુલ્લા ખેતરોને પણ નિશાન બનાવતા થઈ ગયા છે. આવી જ એક ઘટના બની છે સાંબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે નજીકનાં વિસ્તારમાં કે જ્યાં તસ્કરો ફુલાવરનાં રોપાની ચોરી કરી જતા ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા. હજુ બે દીવસ પહેલા જ પ્રાંતિજ ના […]

સાબરકાંઠાનાં પ્રાંતિજ હવે ખેતરોનાં ઉભા મોલમાંથી ચોરીની ઘટના, તસ્કરો ફુલાવરનાં રોપાની ચોરી કરી જતા ખેડુતો ચિંતામાં મુકાયા

Follow us on

 તસ્કરો માત્ર સોના ચાંદીના ઘરેણાં કે પછી રોકડની ચોરી જ કરે છે એમ નથી. તસ્કરો હવે ખુલ્લા ખેતરોને પણ નિશાન બનાવતા થઈ ગયા છે. આવી જ એક ઘટના બની છે સાંબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે નજીકનાં વિસ્તારમાં કે જ્યાં તસ્કરો ફુલાવરનાં રોપાની ચોરી કરી જતા ખેડુતો ચિંતામાં મુકાઈ ગયા.

હજુ બે દીવસ પહેલા જ પ્રાંતિજ ના સાંપડ ગામના એક ખેડુતના ખેતરમાં કોઇક શખ્શો દ્રારા, ફુલાવરની વાવણી માટે તૈયાર કરેલા રોપાઓ પર ઝેરી દવા છાંટી દીધી હતી. આમ તૈયાર રોપાનો નાશ કરી દેવાયો હતો. આ વાતને લઇને હજુ ખેડુતો આ ચિંતામાં થી બહાર આવે ત્યાં જ હવે ફુલાવરના રોપાઓની ચોરીને લઇને ખેડુતો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ હાઇવે વિસ્તારમાં અને રેલ્વે ટ્રેક નજીક પંકજભાઇ પટેલના ખેતરમાં રાત્રી દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા. તે તસ્કરોએ કોઇ કિંમતી ચિજ વસ્તુઓ ની કે પછી રોકડ જેવી ચોરી નહોતી કરી. પરંતુ ખેડુતના ખેતરમાં મહામેનતે ઉછેરેલ ફુલાવરના પાકની વાવણી માટેના રોપાઓની ચોરી કરી જવાઇ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખેડુત પંકજ ભાઇએ ત્રીસેક હજાર રુપીયાના ખર્ચના બીયારણને ખરીદી ની આ રોપા ઉછેર્યા હતા. તેઓએ ફુલાવરનુ ઉત્પાદન કરવા માટે રોપાઓનો ઉછેર કર્યો હતો. આ માટે અઢળક મહેનત પણ તેમણે અને શ્રમીકોએ છેલ્લા એકાદ માસ થી કરી હતી ત્યાં જ હવે તેમના માટે બેહદ કિંમતી એવા મહેનત થી ઉછેરેલા રોપા કોઇ રાત્રી દરમ્યાન ચોરી કરી લઇ ગયુ હતુ. ઉલ્લેખનિય છે કે પ્રાંતિજ તાલુકો ફુલાવરના પાકના ઉત્પાદન માટે જાણીતો છે.

અહીંથી રાજ્યના મહાનગરો અને રાજ્ય બહાર પણ ફ્લાવરને મોકલવામાં આવે છે. જિલ્લામાં અવાર ચોરીઓનુ પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ચોરીઓને અંકુશમાં લેવા માટે જાણે કે કોઇ જ કાર્યવાહી નહી થતી હોવાનો લોકોનો રોષ વર્તાઇ રહ્યો છે. ત્યાં હવે ખેડુતોનો પાક અને વાવણીના રોપા પણ અસુરક્ષિત થવા લાગ્યા છે. રોજબરોજની બાઇક અને વાહન ચોરી, ઘરેણાં અને મંદિર ચોરીઓ જેવી ઘટનાઓ વચ્ચે હવે ખેડુતો માટે પણ વધુ એક પ્રકારની ચિંતા વધી હોવા નો ભય સતાવી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 1:54 pm, Sat, 3 October 20

Next Article