સાબરકાંઠાના કલેક્ટર કોરોનાની ઝપેટમાં, સરકારી નિવાસસ્થાન ખાતે જ થયા ક્વોરન્ટાઈન

|

Sep 19, 2020 | 4:23 PM

સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે.પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ રુપ રહેલા અને 60 વર્ષની ઉંમર પણ યુવા અધિકારીની જેમ કાર્ય કરતા કલેકટરને ગત મોડી સાંજે તાવ રહેતો હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેની સારવાર દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમ તો સામાન્ય રીતે કોરોનાને નિયંત્રિત રાખવા માટે […]

સાબરકાંઠાના કલેક્ટર કોરોનાની ઝપેટમાં, સરકારી નિવાસસ્થાન ખાતે જ થયા ક્વોરન્ટાઈન

Follow us on

સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે.પટેલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોના સંક્રમણને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ રુપ રહેલા અને 60 વર્ષની ઉંમર પણ યુવા અધિકારીની જેમ કાર્ય કરતા કલેકટરને ગત મોડી સાંજે તાવ રહેતો હોવાની ફરિયાદ ઉઠી હતી અને તેની સારવાર દરમ્યાન તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમ તો સામાન્ય રીતે કોરોનાને નિયંત્રિત રાખવા માટે જિલ્લા કલેકટરને શિરે દરેક જિલ્લામાં જવાબદારી હોય છે અને રાજ્યમાં મોટેભાગે આ જવાબદારી સારી રીતે નિભાવાઈ રહી છે. પરંતુ આ દરમ્યાન જ હવે સાબરકાંઠા જિલ્લાના કલેકટર ખુદ જ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલ ગઈકાલે સવારે 7 વાગ્યે ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તથા આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી સહાય યોજના માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં 50 મુદ્દા અમલીકરણના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા પણ ઉપસ્થિત હતા. તેમની સાથે પુર્વ શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય તેમજ ડીડીઓ અને અન્ય સ્થાનિક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. કલેકટરને ગઈકાલે મોડી સાંજ બાદ તાવની ફરિયાદને પગલે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેમ છતાં પણ ફરિયાદ દુર નહીં થતાં કોરોના અંગેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને જે પોઝિટીવ આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કલેકટર સી.જે.પટેલને હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં તેમના સરકારી નિવાસ સ્થાન ખાતે જ ક્વોરન્ટાઈન કરીને તેમની સારવાર હાથ ધરવામાં આવી છે.સી.જે.પટેલ આગામી 31મી ડીસેમ્બરે નિવૃત્ત થવાના છે. આમ માત્ર 4 માસનો જ સમયગાળો ફરજનો બાકી રહ્યો છે. જો કે તેમ છતાં પણ તેઓએ કોરોનાકાળમાં સતત દોડાદોડી ભરી રુબરુ મુલાકાતો કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારની તપાસ હાથ ધરતા હતા અને આ માટે જરુરી સુચનો પણ સ્થાનિક અધિકારીઓ અને પોલીસને આપતા હતા. આમ યુવા અધિકારીઓ માટે પ્રેરણારુપ તરીકે 60 વર્ષની ઉંમરે કામ કરતા કલેકટર જિલ્લામાં અને અધિકારીઓમાં વિશેષ ઓળખ બનાવી ચુક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:36 pm, Sat, 29 August 20

Next Article