સાબરકાંઠા જિલ્લાના 6,000 પૂર્વ સૈનિકોએ CM રુપાણીને લખ્યા પત્ર, પડતર માંગણીઓને લઈને ટપાલ અભિયાન શરૂ

|

Oct 02, 2020 | 10:54 PM

સાબરકાંઠા જિલ્લાના પુર્વ સૈનિકોએ  પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખવાનું અભિયાન શરુ કર્યુ છે. જિલ્લાના માજી સૈનિકોએ ગત જાન્ચુઆરી માસ દરમ્યાન માંગણીઓને લઈને વિરોધ દર્શાવવાનું નક્કી કરતાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાને આશ્વસન આપતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ ત્યારબાદ હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા આખરે હવે પુર્વ સૈનિકોએ ટપાલ અભિયાન શરુ […]

સાબરકાંઠા જિલ્લાના 6,000 પૂર્વ સૈનિકોએ CM રુપાણીને લખ્યા પત્ર, પડતર માંગણીઓને લઈને ટપાલ અભિયાન શરૂ

Follow us on

સાબરકાંઠા જિલ્લાના પુર્વ સૈનિકોએ  પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખવાનું અભિયાન શરુ કર્યુ છે. જિલ્લાના માજી સૈનિકોએ ગત જાન્ચુઆરી માસ દરમ્યાન માંગણીઓને લઈને વિરોધ દર્શાવવાનું નક્કી કરતાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાને આશ્વસન આપતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ ત્યારબાદ હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરાતા આખરે હવે પુર્વ સૈનિકોએ ટપાલ અભિયાન શરુ કર્યુ છે. એક તરફ દેશની સીમાઓ પર સૈનિકોની ફરજને લઈને દેશનો દરેક નાગરિક ગર્વ લઈ રહ્યો છે. ચીન સામેની સ્થિતીમાં સૈનિકો દેશની સરહદો સાચવીને દેશની રક્ષા કરી રહ્યા હોવાની વાત પર પણ ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે દેશની રક્ષા કરનારા સૈનિકોની પણ વ્યથા ઓછી નથી હોતી. સાબરકાંઠા જિલ્લામાંથી પણ દેશની દરેક સરહદે જવાનો ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં જિલ્લામાં આવા સેંકડો પુર્વ સૈનિકો પરીવાર સાથે ગુજરાન કરી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પરંતુ સરહદે લડી રહેલા સૈનિકોને જાણે કે ફરજ કાળ બાદ પણ પોતાના હક્કો માટે લડતા રહેવુ પડી રહ્યુ છે. સાબરકાંઠા જિલ્લાના 6,000 જેટલા પુર્વ સૈનિકોએ હવે પોતાની પડતર માંગણીઓને લઈને લડત શરુ કરી છે. ગત જાન્યુઆરી માસ દરમ્યાન પણ આવી જ રીતે દેખાવો કર્યા હતા અને ગાંધીનગર ખાતે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રજુઆત કરી હતી. તેઓએ પણ 10 દિવસમાં આ અંગે ઘટતુ કરવા માટે ખાત્રી આપી હતી. પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી નહીં થતાં આખરે ફરી એકવાર માંગણીઓ બાબતે અભિયાન શરુ કર્યુ છે. જિલ્લાના પુર્વ સૈનિકો હવે ટપાલ અભિયાન હાથ ધર્યુ છે અને પોતાની માંગણીઓ સંતોષવા માટે માંગ કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પુર્વ સૈનિકોએ રાજ્ય કક્ષાએ એક શહીદ સ્મારક બનાવવા માટે માંગ કરી છે. આ ઉપરાંત શહીદ સૈનિકોના પરીવારને આર્થિક સહાય 1 કરોડ કરવા અને એક સંતાનને સરકારી નોકરી આપવા માટેની જોગવાઈ કરવા વિનંતી કરી છે. શહીદ સૈનિક પરિવારને પેન્શનની યોજના પણ લાગૂ કરવા માટે માંગ કરાઈ છે. આ ઉપરાંત સૈનિકોને તેમના હથિયાર લાયસન્સની કનડગત દુર કરવા સહિત 14 જેટલા મુદ્દાઓ પર રાજ્ય સરકારે ઘટતુ કરવા અને સૈનિકો અને તેમના પરીવારો માટે મદદરુપ થવા માટે રાજ્ય સરકારને વિનવણી કરી છે. રાજ્યના મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરવાનું અભિયાન શરુ કરાયુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article