સાબરકાંઠા: બાઈક ચોર મેક્સી ગેંગ LCBના સકંજામાં, 17 જેટલા બાઈકની ચોરીની કબૂલાત

|

Sep 20, 2020 | 9:13 PM

સાબરકાંઠા જિલ્લામાં બાઇકની ચોરીનું પ્રમાણ જાણે કે રોજબરોજ વધતુ જઈ રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી જાણે કે વાહનચોરો માટે મોકળુ મેદાન બની ગયુ છે. આ દરમ્યાન જ ગાંધીનગર રેન્જ આઈજીપી દ્વારા ચોરીના ભેદ ઉકેલવા માટે જાણે કે જિલ્લા એલસીબીને હવે દોડતી કરી દીધી છે. આ દરમ્યાન જ એલસીબીએ રાજસ્થાનની મેકસી ગેંગ ઝડપી 17 જેટલા બાઈક […]

સાબરકાંઠા: બાઈક ચોર મેક્સી ગેંગ LCBના સકંજામાં, 17 જેટલા બાઈકની ચોરીની કબૂલાત

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં બાઇકની ચોરીનું પ્રમાણ જાણે કે રોજબરોજ વધતુ જઈ રહ્યુ છે. છેલ્લા બે વર્ષથી જાણે કે વાહનચોરો માટે મોકળુ મેદાન બની ગયુ છે. આ દરમ્યાન જ ગાંધીનગર રેન્જ આઈજીપી દ્વારા ચોરીના ભેદ ઉકેલવા માટે જાણે કે જિલ્લા એલસીબીને હવે દોડતી કરી દીધી છે. આ દરમ્યાન જ એલસીબીએ રાજસ્થાનની મેકસી ગેંગ ઝડપી 17 જેટલા બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જાણે કે બાઈક ચોરીનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે અને લોકો પણ બાઈક ચોરીને લઈને પરેશાન છે. ઘર આગળ પાર્ક કરેલુ કે બજારમાં ખરીદી કરવા જવા સમયે પણ તસ્કરો પળવારમાં જ બાઈકની ચોરી કરીને ગાયબ થઈ જાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાબરકાંઠામાં આવી રીતે બાઈકની ચોરી થવી જાણે કે સામાન્ય બની રહી છે, પરંતુ હવે જિલ્લા એલસીબી દ્વારા હવે તસ્કરો અને બાઈક ચોરો પર બાજ નજર રાખવાની શરુ કરી દીધી છે. સાબરકાંઠાના એવા વિસ્તારો કે જ્યાં બાઈકની ચોરીનું પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે, ત્યાં હવે એલસીબીની નજર તેજ બની છે. આ દરમ્યાન જ ઈડરના જાદર સ્ટેશન નજીકથી નંબર વિનાની બાઈક લઈને પસાર થઈ રહેલા ત્રણ શખ્સો એલસીબીની નજરમાં આવ્યા હતા અને તેમની પર બાતમી મુજબની શંકા જતા જ રોકીને પુછપરછ હાથ ધરી હતી અને જેમાં આરોપી શખ્સો પોલીસ સમક્ષ યોગ્ય જવાબો આપવામાં નિષ્ફળ નિવડ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મેક્સી ગેંગના ઝડપાયેલા આરોપી

1. દિનેશ લાલાભાઇ ગમાર, મુ.પો. ઉંબરીયા, તા. કોટડા છાવણી જિલ્લો: ઉદયપુર, રાજસ્થાન

2. શ્રવણ રમેશભાઇ પારઘી. મુ.પો. મેડી, તા. કોટડા છાવણી જિલ્લો: ઉદયપુર, રાજસ્થાન

3. દિલીપ ઉર્ફે દિપો લક્ષમ્ણભાઇ પારઘી, મુ.પો. સડા, તા. કોટડા છાવણી જિલ્લો: ઉદયપુર, રાજસ્થાન

એલસીબી પોલીસે તેમની પાસેથી મળી આવેલા બાઈકના આધારે તપાસ હાથ ધરતા જ ચોરીનું બાઈક હોવાનું ખુલ્યું હતુ અને તેઓ રાજસ્થાનની મેક્સી ગેંગના સભ્યો હોવાનુ સામે આવ્યુ હતુ. પોલીસે આરોપી શખ્સોની પુછપરછ અને તપાસને લઈને 17 જેટલા બાઈકની ચોરીનો ભેદ ઉકેલી શકાયો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે બાઈક ચોરીને અંકુશમાં લેવા માટે થઈને ચોરીની હિસ્ટ્રીનો યોગ્ય અભ્યાસ કરીને બાઈક ચોરોને ઝડપી લેવા માટે સતત પ્રયાસ હાથ ધર્યો હતો અને જેમાં છેલ્લા 15 દીવસમાં બીજીવાર સફળતા મળી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમાની બદલી થઈ આવતા સાથે જ હવે તેમના તાબાના વિસ્તારોમાં ચોરી અને ગુન્હાખોરીને અંકુશમાં લેવા માટે એકશન મોડ અપનાવ્યો છે અને જેને લઈને તેની અસર હવે જિલ્લાઓમાં પોલીસની કામગીરીમાં જોવા મળી રહી છે. આમ હવે વાહનચોરીમાં પણ અંકુશ આવે તેવી આશા લોકો સેવી રહ્યા છે.

Published On - 12:48 pm, Sat, 22 August 20

Next Article