સાબરકાંઠા અને અરવલ્લીના ઈંટ ઉત્પાદકોને પણ કોરોનાકાળ બાદ હવે માવઠાનો બીજો ફટકો

|

Dec 12, 2020 | 7:25 PM

કોરોનાને લઈને તમામ પ્રકારના રોજગાર મેળવનારાઓએ નાનો મોટો ફટકો સહવો પડ્યો છે. જેમાં બિલ્ડીંગ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગને માર પડતા તેની સીધી અસર ઈંટ ઉત્પાદકોને પડી હતી. ઈંટ ઉત્પાદન બિલ્ડીંગ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગના માટે કરોડરજ્જૂ સમાન છે. આમ બિલ્ડીંગ ડેવલપમેન્ટમાં મુખ્ય ફાળો તેનો માનવામાં આવે છે. પરંતુ હવે કમોસમી વરસાદે પણ ઈંટ ઉત્પાદકોને મુશ્કેલી સર્જી દીધી […]

સાબરકાંઠા અને અરવલ્લીના ઈંટ ઉત્પાદકોને પણ કોરોનાકાળ બાદ હવે માવઠાનો બીજો ફટકો

Follow us on

કોરોનાને લઈને તમામ પ્રકારના રોજગાર મેળવનારાઓએ નાનો મોટો ફટકો સહવો પડ્યો છે. જેમાં બિલ્ડીંગ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગને માર પડતા તેની સીધી અસર ઈંટ ઉત્પાદકોને પડી હતી. ઈંટ ઉત્પાદન બિલ્ડીંગ અને કન્સ્ટ્રકશન ઉદ્યોગના માટે કરોડરજ્જૂ સમાન છે. આમ બિલ્ડીંગ ડેવલપમેન્ટમાં મુખ્ય ફાળો તેનો માનવામાં આવે છે. પરંતુ હવે કમોસમી વરસાદે પણ ઈંટ ઉત્પાદકોને મુશ્કેલી સર્જી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમોસમી વરસાદને લઈને એકાદ મહિનાની મહેનત જાણે કે પાણીમાં વહી ગઈ છે. દિવાળીથી ઈંટોનું ઉત્પાદન કરવા માટે કાચી ઈંટો માટેની મજૂરી શરુ કરવામાં આવતી હોય છે. જે હાલમાં પરાકાષ્ઠાએ હોય છે અને હવે તેને પકવીને ઉત્પાદીત કરવાનો સમય હોય છે. એવા જ સમયે હવે ઈંટો વરસાદમાં પલળી જવાથી મોટા પ્રમાણમાં ઈંટો ઓગળી ચુકી છે.  ઈંટોનું ઉત્પાદન કરતા પરીવારો કમોસમી વરસાદથી ભીંસમાં મુકાયા જેવી સ્થીતી સર્જાઇ છે. 
 
ઈંટ ઉત્પાદક ફુલચંદ્ર પ્રજાપતિએ વાત કરતા કહ્યુ હતુ કે, પહેલા લોકડાઉનની અસર રહી હતી. જે દરમ્યાન નુકસાની ભોગવી હતી. હવે અમે દિવાળીથી અત્યાર સુધી મજૂરી કરીને ઈંટોનું ઉત્પાદન કર્યુ હતુ. ઈંટો પલળી જવાને લઈને ફરીવાર તેને ઉત્પાદન કરવાની ફરજ પડી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 
ઈંટોના ઉત્પાદન માટે ઇંટ ઉત્પાદકોએ આમ તો કાળી મજૂરી કરવી પડતી હોય છે. કમોસમી વરસાદને લઈને 30 ટકા જેટલુ નુકશાન વેઠવાનો અંદાજ માનવામાં આવી રહ્યો છે. ઈંટ ઉત્પાદન પર અનેક પરિવારો તેના ઉત્પાદનની જુદી જુદી પ્રક્રિયામાં નભતા હોય છે. ઈંટ ઉત્પાદને નુકશાન વળતર ક્યારેય મળતુ હોતુ નથી કે, નથી તેને કોઈ પણ પ્રકારનું રક્ષણ હોતુ. આ બાબતે અનેકવાર રજૂઆતો પણ કરવા છતાં કોઈ જ રાહત પણ ક્યારેય મળતી હોતી નથી. 
જિલ્લા ઈંટ ઉત્પાદક સંઘના સાબરકાંઠા પ્રમુખ, પ્રવિણભાઈ પ્રજાપતિએ આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, હવે કમોસમી વરસાદને લઇને નુકશાનની સ્થિતી સર્જાઈ છે. ત્રીસેક ટકા નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નાના ઉદ્યોગ રોજગાર હોવા ઉપરાંત તેને કોઈ પણ રક્ષણ મળતુ હોતુ નથી. અમે આ મામલે રજૂઆતો પણ રાજ્ય સરકારને કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article