સાબરડેરીમાં વિવાદ સાથે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી, ડેરીની સામાન્ય ચુંટણીમાં પેનલ વિજેતા થવા છતા ચેરમેન પદ જેઠાભાઇને ના મળ્યું

|

Mar 22, 2019 | 6:54 AM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરીની ચૂંટણી પ્રક્રીયા છેલ્લા 1 વર્ષ થી વિવાદિત રહ્યા બાદ હવે સાબરડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ચૂંટાયેલા ડીરેકટરોને કાપીને પ્રતિનિધી ડીરેકટર એવા સાબરકાંઠા બેંકના ચેરમેનને સાબરડેરીનુ સુકાન સોંપાયુ હતુ. આ સાથે જ 15 વર્ષ થી સત્તામાં રહેલા જેઠાભાઇ પટેલની પેનલ વિજેતા હોવા છતાં હાર […]

સાબરડેરીમાં વિવાદ સાથે નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી, ડેરીની સામાન્ય ચુંટણીમાં પેનલ વિજેતા થવા છતા ચેરમેન પદ જેઠાભાઇને ના મળ્યું

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરીની ચૂંટણી પ્રક્રીયા છેલ્લા 1 વર્ષ થી વિવાદિત રહ્યા બાદ હવે સાબરડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો.

ચૂંટાયેલા ડીરેકટરોને કાપીને પ્રતિનિધી ડીરેકટર એવા સાબરકાંઠા બેંકના ચેરમેનને સાબરડેરીનુ સુકાન સોંપાયુ હતુ. આ સાથે જ 15 વર્ષ થી સત્તામાં રહેલા જેઠાભાઇ પટેલની પેનલ વિજેતા હોવા છતાં હાર થઇ હતી. સાબરડ઼ેરીના નિયામક મંડળની 16 બેઠક માટેની ચૂંટણી હાથ ધરાઈ હતી.  જેમાં 12 બેઠક બિનહરીફ અને 4 બેઠકમાં વિકાસ પેનલનો વિજય થયો હતો. ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી દરમ્યાન સામાન્ય ચૂંટણીમાં વિજેતા બનેલા વિકાસ પેનલ હોવા છતાં પણ ચેરમેન પદથી દુર રહેવાનો વિવાદ સર્જાયો હતો અને વર્તમાન ચેરમેન જેઠાભાઇ પટેલનું પત્તુ કપાયું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સાબરકાંઠા બૅંકના ચેરમેન મહેશભાઈ પટેલે સાબરડેરી નિયામક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી.

TV9 Gujarati

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

 

લોકસભાની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી માટે દાવેદારી પણ કરનારા લેઉઆ પટેલ સમાજના મહેશ પટેલે સાબરડેરીની સત્તા પોતાના હાથમાં મેળવી લીધી છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાંથી લોકસભાની ચૂંટણી પહેલા હવે વર્ષોથી એકધારા કડવા પટેલ સમાજના પ્રભાવનો સહકારી માળખામાંથી જાણે કે આજે રકાસ થયો છે અને એક માત્ર રહેલી કડવા પટેલની સત્તા પણ ગુમાવવી પડી છે.

બાજી આમ પલ્ટાઇ

સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન જેઠાભાઇ પટેલ, પુર્વ ચેરમેન શામળભાઇ પટેલ બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. શામળભાઇ પટેલની ઉમેદવારી થતા જ ગોવિંદભાઇ પટેલની ચૂંટણીનો માહોલ નજર સામે આવી ગયો અને તે જ પ્રમાણે ઉમેદવારોનો ડીરેકટરોમાં વિવાદ સર્જાયો. આ દરમિયાન મહેશ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને સમાધાનના ભાગ રુપે મહેશભાઈએ ઉમેદવારી કરી હોવાની વાત કેટલાક સભ્યોએ મુકી આ ઘટનાક્રમથી સહકારી અગ્રણીઓ દ્વિધામાં મુકાયા હતા કે પોતે સીધા ચૂંટાયેલા ડીરેકટર નથી. ચૂંટાયેલા 16 સભ્ય ઉપરાંત સાબરકાંઠા બૅંકના પ્રતિનિધિ તરીકે બોર્ડમાં સામેલ હોઇ સર્વ સંમિતીથી મહેશભાઈ પટેલે પણ પ્રતિનિધીના સભ્ય તરીકેથી ચેરમેન પદની દાવેદારી નોંધાવી ગુપ્ત બેઠકો યોજી અને બોર્ડમાં બેસીને જ મોબાઇલ ફોન દ્રારા માર્ગદર્શન કોઇક અગ્રણી રાજકીય નેતાના માર્ગદર્શન મેળવી તેને અનુસરતા હતા. તો ચાલુ ચૂંટણી પ્રક્રિયાએ ગુપ્ત મિટિંગો જુદા જુદા રુમમાં યોજાતી હતી. આમ એક તબક્કે પદ માટે વિવાદનો માહોલ સર્જાયો હતો. આ દરમ્યાન લોકસભાની ઉમેદવારીની દાવેદારીની વાત પણ આ દરમ્યાન બેઠકોમાં લાવવામાં આવી હતી અને સમાધાનના પ્રયાસ હાથ ધરાયા હતા. ત્યાર બાદ વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેને દાવેદારી અચાનક પરત ખેંચતા  લેઉઆ પટેલ સમાજના અગ્રણી મહેશ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આમ કડવા પટેલ સમાજના નેતૃત્વનો રાજકારણ બાદ સહકારીમાં પણ બંને જીલ્લામાંથી રકાસ સર્જાયો હતો.

નવ નિયુક્ત ચેરમેન મહેશભાઈ પટેલે કહ્યું હતુ કે આવનારા સમયમાં હવે પશુપાલકોના હિતમાં શક્ય એટલા પ્રયાસો કરવામાં આવશે અને એ માટે પુર્વ ચેરમેન અને સત્તામંડળનો આભારી છુ કે જેમના પ્રયાસો થી મારા પર વિશ્વાસ મુકીને ચેરમેનનુ સુકાન સોંપ્યુ છે. સાબરડેરીના ચૂંટણી અધિકારી વાય.એસ.ચૌધરીના જણાવ્યા મુજબ 2 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પહેલા ભર્યા હતા અને બાદમાં તેમણે ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા અને સર્વસંમતિથી મહેશભાઇ પટેલની ચેરમેન પદે અને વાઇસ ચેરમેન પદે ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

 

વારંવાર  દુધના ભાવ પ્રતિ કિલો ફેટે ઘટાડવા અને પશુઆહારમાં વધારેલા ભાવોને લઇને પશુપાલકોમાં રોષની સ્થિતી છે. તેમજ વાર્ષીક ભાવ ફેર નફો પણ ઓછો જાહેર કરાતા પશુપાલકોએ વ્યાપક પ્રમાણમાં રોષ ઠાલવ્યો હતો. આવી પરીસ્થિતી વચ્ચે નવા સુકાનીની પણ વરણી થઈ ચૂકી છે. ત્યારે હવે પશુપાલકોને કેટલો ફાયદો થશે કે નુકશાન એ હવે આવનારા 5 વર્ષમાં નક્કી થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:02 pm, Mon, 18 March 19

Next Article