રાજકોટ મનપાની ઘોર બેદરકારી, એક જ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અને નેગેટીવ!

|

Apr 09, 2021 | 9:12 PM

સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે.ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ભારતીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ રાજપરાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

રાજકોટ મનપાની ઘોર બેદરકારી, એક જ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ અને નેગેટીવ!
કિશોરભાઈ રાજપરાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જ્યારે એક રિપોર્ટ નેગેટીવ આવ્યો.

Follow us on

રાજકોટ: મોહિત ભટ્ટ 

સમગ્ર રાજ્ય સહિત રાજકોટમાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે.ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના ભારતીનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ રાજપરાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એક રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. કિશોરભાઈએ પોતાની સાવચેતી માટે ધનવંતરી રથમાં એન્ટિજન રિપોર્ટ કરાવતા તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે તેમને શંકા જતા તેઓ રૈયાચોક ખાતે આવેલા ટેસ્ટીંગ બુથ પર રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એક જ વ્યક્તિના બે રિપોર્ટ આવતા પરિવારજનો પણ મુંઝાયા હતા. જો કે રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારીથી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

પાન એસો.નું શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

RAJKOT શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી શહેરમાં પાન એસોસિએશન દ્વારા આગામી શનિ અને રવિવાર એમ કુલ બે દિવસ માટે બંધ પાડી સ્વયંભૂ LOCKDOWN કરવા નિર્ણય કર્યો છે. જેમાં એસોસિએશન સાથે જોડાયેલ 1,100 દુકાનદારો જોડાઈ બે દિવસ સ્વયંભૂ લોકડાઉનમાં જોડાશે. આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સ અને પેલેસ રોડના ખ્યાતનામ જ્વેલર્સ પણ Saturday અને SUNDAY બંધ પાડી સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જ્યાં ચેમ્બર સાથે 28થી 30 એસોસિએશન જોડાઈને તમામ વેપાર ઉદ્યોગ બંધ રાખશે.

 

છેલ્લા 24 કલાકમાં 4,541 કેસ, 42 દર્દીઓના મૃત્યુ

રાજ્યમાં આજે 9 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4,541 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 42 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 15, અમદાવાદમાં 12, રાજકોટમાં 4, વડોદરામાં 6 અને ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર અને જામનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

આજે 2,82,268 લોકોને કોરોનાની રસી અપાઈ

રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 9 અપ્રિલના દિવસે કુલ 2,82,268 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 76,30,525 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 9,84,583 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે નવમો દિવસ હતો. રાજ્યમાં આજે 45થી 60 વર્ષના કુલ 2,24,301 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 50,455 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 86,15,108 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

 

આ પણ વાંચો: ગાંધીનગર મનપાની ચૂંટણીને લાગશે કોરોનાનું ગ્રહણ? મુખ્યપ્રધાને ચૂંટણી મોકૂફ રાખવા ચૂંટણી પંચને લખ્યો પત્ર

Published On - 9:04 pm, Fri, 9 April 21

Next Article