સુરતમાં નહીં રહે પાણીની સમસ્યા: પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરી લવાશે નિરાકરણ

Surat: પાણી સંબંધિત જે પણ કોઈ પ્રશ્ન હોય તેનો આગામી દિવસોમાં ઝડપી નિરાકરણ લાવી દેવામાં આવશે તેવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.

સુરતમાં નહીં રહે પાણીની સમસ્યા: પાણી કમિટી દ્વારા દરેક ઝોનમાં નિયમિત મિટિંગો કરી લવાશે નિરાકરણ
water problem (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 26, 2021 | 12:43 PM

સુરત (Surat) શહેર હવે સ્માર્ટ સીટી બન્યું છે. અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ આખા દેશમાં બીજા ક્રમે આવ્યું છે. આમ છતાં લોકોના પીવાના પાણીને (Water Problems) લગતા પ્રશ્નો વધી રહ્યા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાની પાણી સમિતિ હરકતમાં આવી છે. એક આવકારદાયક પહેલ પાણી સમિતિ (Water Committee) દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી હવે આવનારા દિવસોમાં સુરત વાસીઓને પાણીની સમસ્યા નહિ નડે.

પાણી સંબંધિત જે પણ કોઈ પ્રશ્ન હોય પછી તે ઓછા પ્રેશરથી આવતા પાણી બાબતની હોય કે દૂષિત પાણીની, આવા પ્રશ્નોનો હવે આગામી દિવસોમાં ઝડપી નિરાકરણ લાવી દેવામાં આવશે તેવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે.

વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અને ભાવિ આયોજનો અંગે સમીક્ષા કરવા માટે પાણી સમિતિ દ્વારા ઝોન પ્રમાણે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુરુવારે અથવા ઝોનના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અથવા ઝોનના કોર્પોરેટરો સાથે એક મિટિંગ યોજવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પાણી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પીવાના પાણી સંબંધિત તમામ પ્રશ્નો અને ભાવિ આયોજનો ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ પાણીના પ્રેશરને લઈને મળેલી કેટલીક રજૂઆતોને બેઠકમાં ચર્ચા હેઠળ આવરી લેવામાં આવી છે.

પાણીના પ્રેશર અંગે અથવા ઉપરાંત ઘણા ઝોનમાંથી ફરિયાદો મળતી રહે છે. આ પ્રશ્નને ઝડપથી ઉકેલવા હવે તબક્કાવાર ઝોન વાઈઝ પાણી સમિતિ બેઠકનું આયોજન કરશે. અને પાણીના પ્રશ્નને નિવારવા માટે અધિકારીઓને જરૂરી સૂચના પણ આપવામાં આવશે. અઠવા ઝોન બાદ હવે શહેરના તમામ સાતે સાત ઝોનમાં આ માટે મીટિંગોનો દોર કરવામાં આવશે. જેથી પીવાના પાણીની સમસ્યાઓ હોય તો જે તે વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો પાણી સમિતિને લેખિતમાં તેની સમસ્યા જણાવી શકે છે.

પાણી સમિતિની આ આવકારદાયક પહેલ સુરતના સમાવિષ્ટ વિસ્તાર તેમજ હાલમાં જ સુરત શહેરમાં સમાવવામાં આવેલા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઉભી થતી પાણીની સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે. આજે રાંદેર ઝોનમાં પાણી સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક તબક્કાવાર તમામ ઝોનમાં કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: Surat: SRP ની ટુકડી ફાળવી, 10.74 લાખનો દંડ, 116 સામે ફરિયાદ, છતાં રખડતા ઢોરની સમસ્યા ઠેરની ઠેર

આ પણ વાંચો: Surat: વહેલી સવારે LRD ઉમેદવારો કરી રહ્યા હતા પ્રેક્ટીસ, તેમનો જુસ્સો વધારવા પહોંચી ગયા હર્ષ સંઘવી

Latest News Updates

અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">