ગુજરાતનો કોરોના રસીકરણને લઈ રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ કરતા વધારે રસી અપાઈ, કુલ રસી લેનારાનો આંકડો 4 કરોડ 62 લાખને પાર

TV9 GUJARATI

|

Updated on: Aug 31, 2021 | 8:38 PM

ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ ટકા લોકોને પ્રથમ ડોઝ અપાયો છે.

ગુજરાતનો કોરોના રસીકરણને લઈ રેકોર્ડ, એક દિવસમાં 8 લાખ કરતા વધારે રસી અપાઈ, કુલ રસી લેનારાનો આંકડો 4 કરોડ 62 લાખને પાર
Record break corona vaccination in Gujarat on Tuesday more than eight lakh doses were given (File Photo)

Follow us on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં કોરોના રસીકરણ ક્ષેત્રે ગુજરાતે વધુ બે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જેમાં ગુજરાતમાં ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી ઓગસ્ટ માસ દરમિયાન વેક્સિનના ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની આગવી સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાનને વધું વ્યાપક બનાવી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો

જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. જેમાં રસીકરણ ક્ષેત્રે અન્ય એક સિદ્ધિ પણ ગુજરાતે મેળવી છે. રાજયમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે. આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ સર્જાયો છે.

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬ હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.

રાજ્યના આરોગ્ય કર્મીઓ, તબીબો, પેરા મેડિકલ સ્ટાફ સહિત સૌએ ઓગસ્ટ મહિના દરમિયાન આ રસીકરણ અભિયાનને ઝુંબેશ સ્વરૂપે ઉપાડીને સફળ બનાવ્યું છે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સૌ આરોગ્ય કર્મીઓને આ સઘન કામગીરી માટે અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : Surat : મુંબઈ અને ગુજરાતના 6 પરિવારો ઘરને તાળું મારીને અપનાવશે સંયમનો માર્ગ

આ  પણ વાંચો : Ahmedabad કોર્પોરેશન એક કુતરાના ખસીકરણ પાછળ કરશે આટલો ખર્ચ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati