સારંગપુર મંદિર ખાતે CR પાટીલની “રક્તતુલા”, ભાજપ પ્રદેશ પ્રમુખે દિલ્હી અક્ષરધામ અને તાજમહેલ વિશે કહી આ વાત
બોટાદના તિર્થધામ ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મહારાજનાં 192 માં વાર્ષિક પાટોત્સવમાં મુખ્યમંત્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા. જ્યાં સીઆર પાટીલની રક્ત તુલા કરવામાં આવી.
બોટાદના સાળંગપુર ધામ ખાતે સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Sarangpur Hanuman Temple) સી. આર. પાટીલની (CR Paatil) રક્તતુલા (Rakt Tula) કરવામાં આવી હતી. સી. આર. પાટીલને 251 બોટલ રક્તથી તોલવામાં આવ્યા. સી. આર. પાટીલે હનુમાજીના દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ ભાજપ પ્રદેશ પ્રમુખને પ્રસાદીનો હાર પહેરાવીને સન્માન કર્યું. કોરોના કાળમાં વિવિધ રોગના દર્દી લોહીની તંગી અનુભવી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે કાર્યકરોએ એકઠા કરેલા લોહીથી જરૂરિયાતમંદોને મદદ મળશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બોટાદના ગઢડામાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યાં હતા. સી. આર. પાટીલે સ્વામિનારાયણ મંદિરમાં સંતોને વંદન કર્યા. જે બાદ પ્રભુ પર જળાભિષેક કર્યો. તો સાળંગપુરમાં પ્રદેશ પ્રમુખની રક્તતુલાનું આયોજન થયું જેના થકી જરૂરિયાતમંદ લોકોને લોહી મળી રહે. આ સાથે સી.આર. પાટીલે રક્તતુલા, ગરીબોને જરૂરી ચીજોનું વિતરણ જેવા સામાજીક કાર્યક્રમો કરતા ભાજપ કાર્યકરોને અભિનંદન આપ્યા.
બોટાદ જિલ્લાનાં પ્રસિદ્ધ તિર્થધામ ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મહારાજનાં 192 માં વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું કે તાજમહલ કરતાં દિલ્હીનું અક્ષરધામ વધુ મૂલ્યવાન છે. કારણ કે તેમાં મૂલ્યો અને ગુણોનું સિંચન થયું છે. સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો જોવો હોય તો સ્વામિનારાયણ મંદિરનાં દર્શન કરો.
આ પણ વાંચો: રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રાને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાની માંગ સાથે ખેડૂતોનું રેલ રોકો આંદોલન
આ પણ વાંચો: ગુજરાત પોલીસમાં 28 હજાર ભરતી! ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, ‘પારદર્શક હશે ભરતી, ખોટી વાતોથી ન ભરમાય યુવાનો’