રાજયમાં પાછલા 24 કલાકમાં કુલ 1,515 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 9 દર્દીના થયા મોત

|

Nov 21, 2020 | 7:42 PM

રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. અનેપોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,515 પોઝિટિવ કેસ નોંધાયા. તો 9 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 95 હજાર 917ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,846 પર પહોંચ્યો છે. જ્યારે […]

રાજયમાં પાછલા 24 કલાકમાં કુલ 1,515 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 9 દર્દીના થયા મોત

Follow us on

રાજ્યમાં દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટ્યો છે. અનેપોઝિટિવ કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1,515 પોઝિટિવ કેસ નોંધાયા. તો 9 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાવાની સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 95 હજાર 917ને પાર પહોંચી છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,846 પર પહોંચ્યો છે. જ્યારે 1,271 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો. તો હજુ પણ 95 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ. તો અમદાવાદ શહેરમાં નવા 354 પોઝિટિવ કેસ સાથે 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો. જ્યારે સુરત શહેરમાં 2 દર્દીના મોત સાથે 211 પોઝિટિવ કેસ નોંધાયા. તો રાજકોટ શહેરમાં નવા 89 પોઝિટિવ કેસ સાથે એક દર્દીનું મોત નિપજ્યું. તો વડોદરા શહેરમાં નવા 125 પોઝિટિવ કેસ નોંધાયા.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article