વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ખોડલધામ (Khodaldham) ખાતે નરેશ પટેલ (Naresh patel) સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુવરાજસિંહે વિદ્યાર્થીઓ વિશે નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે તેવી માગ કરી હતી, જોકે રાજકીય વર્તુળોમાં આ બેઠકને બીજી રીતે જોવાઈ રહી છે.
આ બાબતે યુવરાજસિંહ (Yuvraj Singh) એ જણાવ્યું કે સામાજિક આગેવાન નરેશ પટેલને મળ્યા ત્યારે વિદ્યાર્થીઓનો જે મુદ્દો હતો તે તેમની સામે રાખ્યો હતો અને કહ્યું હતું કે આમાં તમારું સમર્થન જોઇએ છે. તેમણે પણ આ બાબતે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને જે ખરેખર મહેનતું વિદ્યાર્થીઓ છે તેને જે અન્યાય થઈ રહ્યો છે તે બાબતે સંપુર્ણ સમર્થન આપ્યું છે.
યુવરાજસિંહે જણાવ્યું કે અમે નરેશભાઈને પણ મળ્યા છીએ અને કરણી સેના તથા સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોને પણ મળ્યા છીએ અને રાજકોટમાં બીએપીએસ સંસ્થા પણ મળ્યા છીએ. દરેક જગ્યાએ અમને સમર્થન આપ્યું છે કે વિદ્યાર્થીઓ (Students) માટે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવા માટે તૈયાર છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં ખભે ખભો મીલાવીને ચાલવા પણ તૈયાર છીએ.
તેમણે જણાવ્યું કે નરેશ ભાઈ શૈક્ષણિક સ્સ્થા સાથે જોડાયેલા છે તેથી તે સમજી શકે છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે રીતે અત્યારે ગેરરીતી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે સિસ્ટમ અમે રોકવા માગીએ છીએ અને એમ પણ કહ્યું કે જ્યાં મહેનતું વિદ્યાર્થી રહી જતો હશે ત્યાં તેને જે પણ સપોર્ટની જરૂર હશે તે આપવા તૈયાર છીએ.
આજની અમારી બેઠકમાં કોઈ રાજકીટ ચર્ચા થઈ નથી. માત્ર વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવાયા છે. અમારી માગ છે કે સાચો રહી ન જવો જોઈએ અને ખોટે લાભ લઈ ન જવો જોઇએ. ભરતી બાબતે જે કૌભાંડો થાય છે તેમાં કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અમને એવું લાગે છે કે સરકરા દ્વારા મળતિયાને બચાવવની કોશિશ થઈ રહી છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસે ચૂંટણી કવાયત શરૂ કરી દીધી, પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્મા ગુજરાતના પ્રવાસે