AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં શહેરના ઉકરડાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની કામગીરી પૂરજોશમાં, નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થશે કાર્યરત

Rajkot: શહેરના ઉકરડાઓમાં જમા થયેલા કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેના માટે નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું કામ ચાલી રહ્યુ છે. આ પ્લાન્ટ તૈયાર થતા કચરાના નિકાલ સાથે વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

રાજકોટમાં શહેરના ઉકરડાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની કામગીરી પૂરજોશમાં, નાકરાવાડી ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ થશે કાર્યરત
Rajkot Waste to Energy Plant
Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 26, 2022 | 11:18 PM
Share

રાજકોટ નજીક આવેલા નાકરાવાડી ખાતે રાજકોટના કચરાનો નિકાલ કરવામાં આવે છે. જ્યાં હાલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ પ્લાન્ટ તૈયાર થઈ જતા દરરોજ રાજકોટના 1000 ટન ઘન કચરાનો નિકાલ થશે. આ કચરાના નિકાલ સાથે વીજળી પણ ઉત્પન્ન કરવામાં આવશે. એટલે કે રાજકોટના ઉકરડાઓમાંથી હવે ઉજાશ પથરાશે.

RMC દ્વારા 270 કરોડના ખર્ચે વિશાળ પ્લાન્ટનું કામ ગતિમાં

રાજકોટના ઘન કચરાનો નિકાલ રાજકોટ નજીક આવેલા નાકરાવાળી ખાતે કરવામાં આવે છે.RMC દ્વારા નાકરાવાડી ખાતે ‘વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટનું કામ ચાલી રહ્યું છે.જેમાં કચરાનો નિકાલ કરી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.15 એકર જેટલી જગ્યામાં 270 કરોડના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થશે.સપ્ટેમ્બર મહિનામાં આ પ્લાન્ટ કાર્યરત થઇ જશે.જેમાં પ્રતિકલાક 14.9 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.

પ્લાન્ટની સાથે સાથે વૃક્ષોનું વાવેતર અને રમતગમતનું મેદાન પણ બનશે

આ ઉપરાંત આ જગ્યા પર 14 હજાર જેટલા વૃક્ષો રોપવામાં આવશે.જે પૈકી 12 હજાર વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે.આ ઉપરાંત 6700 ચોરસમીટર જગ્યા રમત ગમત માટે રખાઈ છે.જેમાં ફૂટબોલ,વોલીબોલ,ક્રિકેટ,ખો ખો વગેરે રમત રમી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત આ પ્લાન્ટની મુલાકાતે આવનાર લોકો માટે 700 સ્ક્વેર મીટરમાં કાફે પોઇન્ટ પણ બનાવવાનું આયોજન છે.RMC દ્વારા અદ્યતન બની રહેલા પ્લાન્ટની જાણકારી,પર્યાવરણ અને સ્વચ્છતાની જાગૃતિ માટે માહિતી અને મુલાકાત માટે આયોજન કરાશે.આ પ્લાન્ટ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા IGBC પ્લેટિનિયમ કેડરના રેટિંગથી પ્રમાણિત કરવામાં આવેલ છે.

ધારાસભ્ય, મેયર સહિત RMCના પદાધિકારીઓએ લીધી પ્લાન્ટની મુલાકાત

નાકરાવાડી ખાતે ચાલી રહેલા પ્લાન્ટના કામની નવનિયુક્ત ધારાસભ્ય દર્શીતા શાહ,મેયર પ્રદીપ ડવ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ સહિત મહાનગર પાલિકાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી અને પ્લાન્ટના ચાલી રહેલા કામ અંગે માહિતી મેળવી હતી

શું છે IGBC રેટિંગ સિસ્ટમ?

IGBC એટલે કે Indian Green Building Council કે જે પર્યાવરણની જાળવણીના માપદંડોના નિયમોને ધ્યાનમાં રાખીને બનેલા પ્રોજેક્ટોને સર્ટિફિકેટ આપે છે.ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC), કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) નો એક ભાગ છે. વર્ષ 2001 માં કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. કાઉન્સિલનું વિઝન દેશમાં પર્યાવરણને સક્ષમ કરવા અને ભારતને એક બનવાની સુવિધા આપવા માટેનો છે.

g clip-path="url(#clip0_868_265)">