Rajkot : Tv9 દ્વારા યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીની માહિતી એક જ સ્થળેથી મળતા વિદ્યાર્થીઓને લાભ

|

Jun 04, 2022 | 6:27 PM

એક જ સ્થળે વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટી અને તેમાં ચાલતા અભ્યાસક્રમો માટેની માહિતી મળે તેવા ઉદ્દેશ્યથી ટીવીનાઈને (TV9) આ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કર્યું છે.

Rajkot : Tv9 દ્વારા યોજાયેલા એજ્યુકેશન એક્સ્પોમાં વિવિધ યુનિવર્સિટીની માહિતી એક જ સ્થળેથી મળતા વિદ્યાર્થીઓને લાભ
Tv9 Gujarati Education Expo 2022

Follow us on

રાજકોટમાં(Rajkot)  આજથી ટીવીનાઈન દ્વારા એજ્યુકેશન એક્સ્પોની (Education Expo) શરૂઆત થઈ છે. આ એક્સ્પોની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ(Education Institute)  સાથે જોડાયેલા લોકોએ મુલાકાત લીધી. સાથે જ વિદ્યાર્થીઓ પણ આ એક્સ્પોનો લાભ લઈ રહ્યા છે. ધોરણ-10 અને ધોરણ-12 પછી જે વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીને લઈને મુંઝવણ અનુભવી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ માટે આ એક્સ્પો એક સુવર્ણતક લઈને આવ્યો છે. એક જ સ્થળે વિદ્યાર્થીઓને વિવિધ યુનિવર્સિટી અને તેમાં ચાલતા અભ્યાસક્રમો માટેની માહિતી મળે તેવા ઉદ્દેશ્યથી ટીવીનાઈને (TV9) આ એજ્યુકેશન એક્સ્પોનું આયોજન કર્યું છે. ટીવીનાઈનની આ પહેલને મુલાકાતીઓ પણ વધાવી રહ્યા છે.

રાજકોટના નૂતનનગર હોલમાં આયોજિત Tv9 એજ્યુકેશન એક્સપોને અદ્દભૂત પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું છે ત્યારે ટીવીનાઇન એજ્યુકેશન એક્સ પોમાં બોર્ડની ટોપર વિધાર્થિની વિશ્વા સુચક પણ માર્ગદર્શન માટે પહોંચી હતી. વિશ્વા સુચક નામની આ વિદ્યાર્થિનીએ બોર્ડમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. વિશ્વા સીએના ફિલ્ડમાં આગળ વધવા માગે છે અને તે માટે તેણે ટીવીનાઈનના એજ્યુકેશન એક્સ્પોની મુલાકાત લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દિવ્યાંગ વિદ્યાર્થીએ બાજી મારી

રાજકોટ શહેરમાં સ્મિત નામના દિવ્યાંગ વિદ્યાર્થીએ(Disabled Student)  સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.97 પર્સેન્ટાઈલ મેળવીને સ્કૂલ સહિત પરિવારનુ નામ રોશન કર્યુ છે. સ્કૂલમાં આ વિદ્યાર્થીના સન્માનમાં મીઠાઈ વહેંચીને બધાનું મોં મીઠું કરાવાયું. આ પ્રસંગે સ્મિતના પરિવાર સહિત સ્કૂલમાં (School) ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયનું 99.18 ટકા પરિણામ જાહેર થયુ છે. અંગ્રેજી પ્રથમ ભાષા વિષયનું 98.78, હીન્દી વિષયનું 99.28, અંગ્રેજી ગૌણ ભાષાનું 97.16 ટકા પરિણામ જાહેર થયુ છે. અર્થશાસ્ત્રમાં 97.23, વાણિજ્ય વ્યવસ્થામાં 97.07, સંસ્કૃતમાં 98.40, આંકડાશાસ્ત્ર વિષયમાં 90.20, તત્વજ્ઞાન વિષયમાં 94.94, સમાજશાસ્ત્રમાં 99.04, મનોવિજ્ઞાનમાં 98.48, ભૂગોળમાં 99.09, નામના મૂળતત્વો (Account) વિષયમાં 93.33 ટકા પરિણામ જાહેર થયુ છે, તો કમ્પ્યુટર વિષયમાં 85.72 ટકા પરિણામ જાહેર થયુ છે.

Published On - 6:19 pm, Sat, 4 June 22

Next Article