Rajkot: ધોરાજીમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત

TV9 GUJARATI

|

Updated on: Jan 29, 2023 | 10:56 PM

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે.ઘઉં, જીરૂ, ઘાણા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.હવામાન વિભાગની આગાહી બાદ ધોરાજી ના વાતાવરણ માં પણ ફેર પલટો આવ્યો છે વાતાવરણ માં આવી રહેલ સતત ફેર પલટા થી ખેડૂતો ની ચિંતા માં વધારો થયો છે

Rajkot: ધોરાજીમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત
Dhoraji Rain

Follow us on

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે.ઘઉં, જીરૂ, ઘાણા સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.હવામાન વિભાગની આગાહી બાદ ધોરાજી ના વાતાવરણ માં પણ ફેર પલટો આવ્યો છે વાતાવરણ માં આવી રહેલ સતત ફેર પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કયારેક ભારે પવન તો ક્યારેક કડકડતી ઠંડી તો ક્યારેક ભેજ વારું વાતાવરણ ખેડૂતો નું વેરી બની રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષ થી કુદરતી આફતોને કારણે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે

વાદળ છાયા વાતાવરણને કારણે પાક માં ફાલ બેસતો નથી

ધોરાજી પંથકમાં ખેડૂતો એ ચોમાસુ પાક માં કપાસ મગફળી અને સોયાબીન જેવા પાકનું વાવેતર કર્યું હતું ભારે વરસાદ ને કારણે કપાસ મગફળી ના અને સોયાબીનના પાક નું ધોવાણ થયું બાદ માં ખેડૂતો ને શિયાળુ પાક ના સારા ઉત્પાદન ની આશા હતી અને ખેડૂતોએ ઘઉં અને ધાણા નું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું પરંતુ પાક માં ફાલ બેસવાનો સમય આવ્યો ત્યારે કડકડતી ઠંડી અને ભારે ઠંડા પવન ફુંકાવાને કારણે અને ખાસ કરી ને વાદળ છાયા વાતાવરણને કારણે પાક માં ફાલ બેસતો નથી.

વાતાવરણની અસર પાકના ઉત્પાદન પર વર્તાશે

ઘઉંના દાણા બાંધતા નથી અને ભારે પવન ને કારણે ઘણા ના ફૂલ ખરી પડે છે અને ભેજ વારા વાતાવરણ ને કારણે ધાણાનો પાક લાલ પડી ગયો છે અને ખેડૂતોનું કહેવું છે કે વાતાવરણની અસર પાકના ઉત્પાદન પર વર્તાશે અને પાક નો ઉત્પાદન પચાસ ટકા ઘટી જશે

એક તરફ ધોરાજી પંથક માં ખેત વિસ્તારમાં વીજ ધાંધિયા જેને લઇ અને ખેડૂતો સમયસર પાકને પિયત આપી શકતા નથી તો બીજી તરફ વાતાવરણ ખેડૂતો નો વેરી બન્યો છે ખેડૂતો નું કહેવું છે કે એક વીઘા દીઠ વાવેતર થી અત્યાર સુધી10 થી 12 હજાર નો ખર્ચ કર્યો પરંતુ જે ખર્ચ પણ નીકળી શકે એમ નથી.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં પણ CCCની પરીક્ષા મોફૂક, ટેક્નિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ લેવાયો નિર્ણય

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati