RAJKOT : રાજકોટ પર તોળાતુ જળસંકટ, મહત્વના ત્રણ ડેમ તળિયા ઝાટક થવાની સ્થિતિમાં

|

Jul 18, 2021 | 12:05 PM

રાજકોટમાં 31 જૂલાઈ સુધી વરસાદ ન આવે તો પાણી વિતરણમાં મુશ્કેલીઓ ઉભી થશે. આ સ્થિતિને જોતા રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માગ કરી છે.

RAJKOT : રાજકોટ પર તોળાતુ જળસંકટ, મહત્વના ત્રણ ડેમ તળિયા ઝાટક થવાની સ્થિતિમાં
Three important dams of Rajkot are empty, Fear of water crisis

Follow us on

RAJKOT : રાજ્યમાં ચોમાસાની સિઝનને મહિનો પસાર થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ પંથકમાં મનમૂકીને વરસ્યા નથી. જો રાજ્યમાં હજુ જૂલાઈ સુધી મેઘરાજા ધમધોકાર ન વરસે તો રાજકોટમાં પાણીની તંગી સર્જાઈ શકે છે રાજકોટમાં 31 જૂલાઈ સુધી વરસાદ ન આવે તો પાણી વિતરણમાં મુશ્કેલીઓ ઉભી થશે. આ સ્થિતિને જોતા રાજકોટના મેયર પ્રદિપ ડવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવા માગ કરી છે. મેયર પ્રદિપ ડવે સૌની યોજના થકી નર્મદાનું પાણી મળે તેવી અપીલ કરી છે. મેયરે ચિંતા વ્યક્ત કરી કે હાલમાં જે પાણીનો સ્ટોક છે, તે ઓગસ્ટ મહિના સુધી ચાલી શકે તેમ છે.

રાજકોટના મહત્વના ત્રણ ડેમની સ્થિતિ
રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા ઓછા વરસતા પાણીના સ્ત્રોત થોડા સુકાઈ ગયા છે. રાજકોટના મહત્વના ત્રણ ડેમમાં જો હાલના સ્ટોકની વાત કરીએ તો આજી-1 ડેમમાં 930 MCFT પાણીનો સંગ્રહ થઈ શકે. આજી-1 ડેમમાં હાલ 225 MCFT પાણી ઉપલબ્ધ છે.જેમાંથી દૈનિક ઉપાડ 125 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે.ન્યારી-1 ડેમની વાત કરીએ તો અહીં કુલ જળસંગ્રહ 1248 MCFTનો છે, જે પૈકી હાલમાં 329 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે દૈનિક ઉપાડ 60 MLD જેટલો છે. સૌથી મોટા ભાદર-1 ડેમની વાત કરીએ તો કુળ સંગ્રહ ક્ષમતા 6640 MCFT છે, જે પૈકી હાલ ડેમમાં 1390 MCFTનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદર-1 ડેમમાંથી 230 MLDનો દૈનિક ઉપાડ થઈ રહ્યો છે.

જળસંકટ ઉભું થવાની શક્યતા
વર્તમાન સમયમાં રાજકોટ શહેરને દૈનિક 415 MLD પાણીની રોજિંદી જરૂરિયાત છે. હાલમાં રાજકોટને આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવે છે. હાલની સ્થિતિ પ્રમાણે જો 31 જુલાઈ સુધી ડેમમાં નવા નીર નહી આવે તો રાજકોટમાં પાણીની કટોકટી સર્જાય તેવા એંધાણ છ, જેના કારણે રાજકોટવાસીઓને પાણી માલવું મુશ્કેલ બનશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બીજી બાજુ રાજકોટ કોંગ્રેસે પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અપીલ કરી કે કોઈ પણ પ્રકારના રાજકારણ વિના રાજકોટને પાણી આપવામાં આવે. વિરોધપક્ષના નેતા વશરામ સાગઠિયાનું કહેવું છે કે જો રાજકોટ મહાનગરપાલિકા પાણીના નાણા ચૂકવતી હોય તો તેને પાણી મળવું જ જોઈએ.

આ પણ વાંચો : RAJKOT : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 6 હજાર યુવાનોને રોજગાર અપાશે, કલેક્ટર-ઉદ્યોગ સેક્ટરના અધિકારીઓની બેઠક મળી 

Published On - 7:15 am, Sat, 17 July 21

Next Article