RAJKOT : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ 6 હજાર યુવાનોને રોજગાર અપાશે, કલેક્ટર-ઉદ્યોગ સેક્ટરના અધિકારીઓની બેઠક મળી

Mukhyamantri Apprenticeship yojana : આ યોજનામાં યુવાનોને તાલીમ સાથે રોજગારી મળે તે માટે રૂ.5000 થી 9000 સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે.ખાસ કરીને ITI અને અલગ અલગ અભ્યાસક્રમો સાથે જોડાયેલા તાલીમાર્થીઓને રાજ્ય સરકાર સમયાંતરે નોકરી મળી રહે તે માટેનું આયોજન કરતી હોય છે.

RAJKOT : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ  6 હજાર યુવાનોને રોજગાર અપાશે, કલેક્ટર-ઉદ્યોગ સેક્ટરના અધિકારીઓની બેઠક મળી
Rajkot will provide employment to 6 thousand youth under mukhyamantri Apprenticeship yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 6:33 AM

RAJKTO : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના (mukhyamantri Apprenticeship yojana ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં વધુને વધુ યુવાનોને રોજગારી મળે તે માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ (Rajkot Collector Arun Mahesh Babu) એ જિલ્લાના ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા ડિપોર્ટમેન્ટના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને 6 હજાર જેટલા યુવાનોને રોજગારી આપવા માટેનો આદેશ આપ્યો હતો.

6 હજાર યુવાનોને અપાશે રોજગારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા ડીપાર્ટમેન્ટના અધિકારીઓને ઇન્ડસ્ટ્રીઝ, કોન્ટ્રાક્ટરો અને વિવિધ એજન્સીઓ દ્વારા રોજગાર વાંચ્છુ યુવાનોને વિવિધ સરકારી યોજનાઓ અંતર્ગત રોજગારી આપવામાં આવે તે માટે સુચના આપવામાં આવી હતી. જિલ્લામાં 6 હજારથી વધુ યુવાનોને એપ્રેન્ટિસશિપ મળે તે માટે રિવાઇઝ્ડ પ્લાન પ્રમાણે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

રૂ.5000 થી 9000 સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે કોરોનામાં નોકરી ગુમાવનાર યુવાનોને નોકરી અપાવી-જિલ્લા કલેક્ટર ગુજરાતમાં સ્થાનિક યુવાનોને વધુને વધુ રોજગારી મળે તેવા હેતુસર રાજ્ય સરકારે આ યોજનામાં નોકરીદાતાઓ માટે એપ્રેન્ટીસ રાખવા બદલ આકર્ષક ઈન્સેટીવ પણ રાખેલ છે. યુવાનોને તાલીમ સાથે રોજગારી મળે તે માટે રૂ.5000 થી 9000 સુધીનું સ્ટાઇપેન્ડ મળે છે.ખાસ કરીને ITI અને અલગ અલગ અભ્યાસક્રમો સાથે જોડાયેલા તાલીમાર્થીઓને રાજ્ય સરકાર સમયાંતરે નોકરી મળી રહે તે માટેનું આયોજન કરતી હોય છે.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

કોરોના મહામારીને કારણે નોકરી ગુમાવનારને અગ્રતા આ વખતે કોરોના મહામારી છે ત્યારે કોરોના કાળમાં જેની નોકરી છૂટી ગઈ છે તેવા યુવાન ભાઈ-બહેનોને રોજગારી મળે તેવું આયોજન કરવા તેમજ રાજ્ય સરકાર દ્વારા જે નવા એકમોને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે, તે એકમો સાથે પણ પરામર્શ કરી લક્ષ્યાંક મુજબ કાર્યવાહી કરવા કલેકટરએ સુચના આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના (mukhyamantri Apprenticeship yojana ) ના નોડલ અધિકારી અને ITI ના પ્રિન્સિપાલ નિપુણ રાવલ દ્વારા જિલ્લાની લક્ષીત કામગીરી, સરકારની જોગવાઈ, નવા આવરી લેવાયેલા એકમો અને આ કામગીરી માટે કાર્યરત હેલ્પડેસ્ક અંગે જાણકારી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમાર, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ડી.આર.ડી.એ.ના નિયામક જે. કે .પટેલ તેમજ એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સંલગ્ન વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">