ડિસ્ટ્રીક જજે કરેલા પરિપત્રના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશને હડતાળ રાખી, જાણો પરિપત્રમાં શું છે સૂચના

રાજકોટ (Rajkot) બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીક જજના પરિપત્રનો વિરોધના ભાગરૂપે હડતાળ કરતા કોર્ટ પરિસરમાં અરજદારો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટની કોર્ટના તમામ દરવાજાઓ આજે બંધ કરી દેવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રીક જજે કરેલા પરિપત્રના વિરોધમાં રાજકોટ બાર એસોસિએશને હડતાળ રાખી, જાણો પરિપત્રમાં શું છે સૂચના
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:59 PM

રાજકોટની વિવિધ કોર્ટમાં વકીલો સાથે થતા વ્યવહાર અને વર્ષ 2021માં ડિસ્ટ્રીક જજ દ્વારા કરવામાં આવેલા પરિપત્રના વિરોધમાં આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પાડી હતી. આજે બાર એસોસિએશનના 3 હજાર જેટલા વકીલો પોતાના દૈનિક કામકાજથી અળગા રહ્યા હતા. બાર એસોસિએશને ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા કરવામાં આવેલા પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવાની માગ કરી હતી.

આજે મોટી સંખ્યામાં વકીલો કોર્ટ બિલ્ડિંગ ખાતે એકત્ર થયા હતા અને વકીલ એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા. વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ પરિપત્ર રદ નહિ થાય તો બાર એસોસિએશનના આગામી જનરલ બોર્ડમાં ઉગ્ર આંદોલન અંગેની રણનિતી નક્કી કરાશે.

જજ અને બાર એસોસિએશન વચ્ચે સુમેળ હોવો જોઇએ,જે નથી-લલિત શાહી

આ અંગે TV9 સાથેની વાતચીતમાં બાર એસોસિએશનના પ્રમુખ લલિત શાહીએ કહ્યું હતું કે ડિસ્ટ્રીક જજ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. જો કોઇ વકીલ કોર્ટમાં ઉંચા અવાજે બોલે તો તે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. જે પરિપત્ર રદ કરવાની અમારી માગ છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ડિસ્ટ્રીક જજને મળીને કહ્યું હતું કે, જજ અને બાર એસોસિએશનની એક સયુંક્ત બેઠક થવી જોઇએ. જેમાં એકબીજાને જે પ્રશ્નો હોય તેનું સમાધાન થાય. પરંતુ જ્યુડિશીયલ ટીમ દ્વારા કોઇ પ્રત્યુતર અપાયો નથી. આ ઉપરાંત અમે અવારનવાર લેખિતમાં રજૂઆત કરવા છતા અમારી વાત ધ્યાને ન લેવાતા આ હડતાળ રાખવામાં આવી છે અને જો હજુ આ પરિપત્ર રદ નહિ થાય તો આગામી દિવસોમાં મળનાર જનરલ બોર્ડમાં રણનિતી ઘડાશે.

અનેક બાર એસોસિએશને આપ્યો ટેકો

રાજકોટ બાર એસોસિએશનની આ લડતને રાજકોટના વિવિધ વકીલ એસોસિએશનની સાથે સાથે પડધરી, જેતપૂર, જસદણ, લોધિકા, ગોંડલના બાર એસોસિએશને ટેકો આપ્યો છે.આ ઉપરાંત રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસ,લેબર બાર,ક્રિમીનલ બાર,લેડી લોયર્સ એસોસિએશન સહિતના રાજકોટના વિવિધ બાર એસોસિએશને પણ ટેકો આપ્યો છે અને આજે તેઓ પણ કામગીરીથી અલીપ્ત રહ્યા હતા.

અરજદારોને કોર્ટમાં પ્રવેશબંધી

રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીક જજના પરિપત્રનો વિરોધના ભાગરૂપે હડતાળ કરતા કોર્ટ પરિસરમાં અરજદારો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવી હતી. રાજકોટની કોર્ટના તમામ દરવાજાઓ આજે બંધ કરી દેવામાં આવ્યા હતા. અરજદારો માટે પ્રવેશબંધી થતા થોડા સમય માટે વકીલો અને કોર્ટે આવતા અરજદારો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ બોલી હતી. આજે કોર્ટ મુદ્દત હોવાને કારણે કેટલાક અરજદારો કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા, જો કે કોર્ટ બંધ હોવાને કારણે બહારગામથી આવેલા અરજદારોને ભારે હાલાકી પડી હતી.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">