Rajkot : સ્મિતે દિવ્યાંગતાને માત આપીને ધોરણ 12 માં મેળવ્યા 99.97 ટકા પર્સેન્ટાઈલ, શાળામાં ફેલાયુ ‘સ્મિત’

|

Jun 04, 2022 | 2:54 PM

રાજકોટ શહેરમાં (Rajkot) સ્મિત નામના દિવ્યાંગ વિદ્યાર્થીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.97 પર્સેન્ટાઈલ મેળવીને સ્કૂલ સહિત પરિવારનુ નામ રોશન કર્યુ છે.

ગુજરાતમાં (Gujarat) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ(GSEB Result)  આજે જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં રાજકોટ જિલ્લાનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 99.34 ટકા વાંગધ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું રાજકોટ સેન્ટ્રલ જેલનું 0 ટકા પરિણામ છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાં(Central Jail)  એક કેદીએ પરીક્ષા આપી હતી અને તે પણ ફેલ થતા શૂન્ય પરિણામ આવ્યું છે.રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડમાં 402 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 2 હજાર 558 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 4 હજાર 166 વિદ્યાર્થીઓ, B2માં 4 હજાર 876 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3 હજાર 811 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1 હજાર 562 વિદ્યાર્થીઓ D1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓ અને E1 ગ્રેડમાં 3 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સુરત (Surat) બાદ રાજકોટ જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.

સ્મિતના પરિવાર સહિત સ્કૂલમાં ખૂશીનો માહોલ

રાજકોટ શહેરમાં સ્મિત નામના દિવ્યાંગ વિદ્યાર્થીએ(Disabled Student)  સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.97 પર્સેન્ટાઈલ મેળવીને સ્કૂલ સહિત પરિવારનુ નામ રોશન કર્યુ છે. સ્કૂલમાં આ વિદ્યાર્થીના સન્માનમાં મીઠાઈ વહેંચીને બધાનું મોં મીઠું કરાવાયું. આ પ્રસંગે સ્મિતના પરિવાર સહિત સ્કૂલમાં (School) ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

તમને જણાવી દઈએ કે, ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતી વિષયનું 99.18 ટકા પરિણામ જાહેર થયુ છે. અંગ્રેજી પ્રથમ ભાષા વિષયનું 98.78, હીન્દી વિષયનું 99.28, અંગ્રેજી ગૌણ ભાષાનું 97.16 ટકા પરિણામ જાહેર થયુ છે. અર્થશાસ્ત્રમાં 97.23, વાણિજ્ય વ્યવસ્થામાં 97.07, સંસ્કૃતમાં 98.40, આંકડાશાસ્ત્ર વિષયમાં 90.20, તત્વજ્ઞાન વિષયમાં 94.94, સમાજશાસ્ત્રમાં 99.04, મનોવિજ્ઞાનમાં 98.48, ભૂગોળમાં 99.09, નામના મૂળતત્વો (Account) વિષયમાં 93.33 ટકા પરિણામ જાહેર થયુ છે, તો કમ્પ્યુટર વિષયમાં 85.72 ટકા પરિણામ જાહેર થયુ છે.

Published On - 2:39 pm, Sat, 4 June 22

Next Article