સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પાટીદાર ચહેરો, ડો.ગિરીશ ભીમાણી પર પસંદગી ઉતારાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પાટીદાર ચહેરા ડો.ગિરીશ ભીમાણી પર સરકારે પસંદગીનો કળશ ઢોળ્યો છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વરણી માટેની સર્ચ કમિટીની બેઠક સમય મર્યાદામાં ન મળતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરાઈ હતી

Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 06, 2022 | 5:34 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ના ઇન્ચાર્જ કુલપતિ (in-charge Chancellor) તરીકે પાટીદાર (Patidar)  ચહેરા ડો.ગિરીશ ભીમાણી (Dr. Girish Bhimani) પર સરકારે પસંદગીનો કળશ ઢોળ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની વરણી માટેની સર્ચ કમિટીની બેઠક સમય મર્યાદામાં ન મળતા આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્રારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.નિતીન પેથાણી (Dr. Nitin Pethani) અને ઉપકુલપતિ તરીકે ડો.વિજય દેસાણીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ આજે જ સરકાર દ્રારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતુ.ડો.ગિરીશ ભીમાણી છેલ્લા 15 વર્ષથી ભાજપના સિન્ડીકેટ મેમ્બર તરીકે ફરજ બજાવે છે.

કોણ છે ગિરીશ ભીમાણી?

ગિરીશ ભીમાણી ભાજપના વરિષ્ઠ આગેવાન છે.છેલ્લા 15 વર્ષથી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપના સિન્ડીકેટ સભ્યપદ ધરાવે છે.ગિરીશ ભીમાણી સાયન્સ વિભાગના ડીન છે સાથે સાથે તેઓ આંકડાશાસ્ત્ર વિભાગના અઘ્યક્ષ પણ છે.ભાજપના સિનીયર સિન્ડીકેટ સભ્ય પૈકીના એક છે જેથી તેઓ એકેડેમિક કાઉન્સિલ અને વહીવટી પ્રક્રિયાઓનો વિશેષ અનુભવ ધરાવે છે.

 

Selection of Patidar face Dr Girish Bhimani as in-charge Chancellor of Saurashtra University (1)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.નિતીન પેથાણીએ ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા

 

 

પૂર્વ કુલપતિ-ઉપકુલપતિએ આપી શુભેચ્છા

ડો.ગિરીશ ભીમાણીનું નામ જાહેર થતાની સાથે જ પૂર્વ કુલપતિ નિતીન પેથાણી અને પૂર્વ ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ફુલહાર આપીને તેઓને શુભેચ્છા પાઠવી હતી.બંન્નેએ ડો.ગિરીશ ભીમાણીને પોતાની ચેમ્બરમાં બોલાવીને સરકાર દ્રારા કરવામાં આવેલી નિયુક્તિને આવકારી હતી.

પાંચ યુનિવર્સિટીના કુલપતિના નામ એકસાથે જાહેર થઇ શકે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે ભાવનગર,ગોઘરા સહિત પાંચ યુનિવર્સિટીના કુલપતિનો કાર્યકાળ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઇ રહ્યો છે.રાજ્ય સરકાર આ અંગે ચર્ચા વિચારણા કરી રહી છે અને તમામ યુનિવર્સિટીના કુલપતિના નામ એકસાથે જાહેર થઇ શકે છે.કાયમી કુલપતિની નિમણુક થાય તે પહેલા જે યુનિવર્સિટીમાં કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે ત્યાં ઇન્ચાર્જને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Surat: ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના કૌટુંબિક કાકાની થઈ લિફ્ટમાં હત્યા, જાણો શું હતું કારણ

આ પણ વાંચોઃ Mehsana: થોળ પક્ષી અભ્યારણ્યમાં પક્ષી ગણતરી, પક્ષી ગણતરી માટે 8 ઝોનમાં કુલ 32 પક્ષીવિદોની ટીમ ગોઠવાઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">