Rajkot : કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી

|

Jul 12, 2021 | 2:58 PM

રાજકોટમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે ભગવાન જગન્નાથની 14 મી રથયાત્રા નીકળી હતી. નાનામૌવા કૈલાસધામ ખાતેથી આ રથયાત્રા નીકળી હતી.

Rajkot : કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી
Rath Yatra 2021 - Rajkot

Follow us on

રાજકોટમાં કોરોના (Corona)ની ગાઇડલાઇનના પાલન સાથે ભગવાન જગન્નાથની 14મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટમાં ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

રાજકોટના નાનામૌવા કૈલાસધામ ખાતેથી આ રથયાત્રા નીકળી હતી. કોરોનાની મહામારીના કારણે મર્યાદિત વ્યક્તિઓ અને મર્યાદિત ભક્તોની હાજરીમાં 2 કિલોમીટરનો રૂટ ફરીને આ રથયાત્રા (Rathyatra) પૂર્ણ કરવામાં આવી હતી.

રથયાત્રાના (Rathyatra) શુભારંભ પહેલા મેયર પ્રદીપ દવ, ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

13 વર્ષની પરંપરા સાચવવામાં આવી-મનમોહનદાસજી

જગન્નાથ મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજે TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે જગન્નાથ યાત્રા (Jagannath Yatra) નીકળી શકી ન હતી. પરંતુ આ વખતે વહીવટીતંત્રના સહકારથી આ રથયાત્રા મર્યાદિત ગ્રુપમાં મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં નીકળી રહી છે તે આનંદની વાત છે અને પરંપરા સચવાય છે.

રથયાત્રાના રૂટ પર લગાવાયું કર્ફ્યૂ

કોરોના (Corona) ની મહામારી વચ્ચે રથયાત્રા (Rathyatra) નીકળી હતી. ત્યારે પોલીસ કમિશનર (Police Commissioner) મનોજ અગ્રવાલ દ્વારા જે રૂટ પર રથયાત્રા નીકળવાની હતી. તે રૂટ પર વધારે સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે આ વિસ્તારમાં 8:00 થી 11:00 કર્ફ્યૂ નાખવામાં આવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં તમામ દુકાનો તથા શૈક્ષણિક સંસ્થાઓ (Educational Institutions) સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Dahod : દાહોદ જિલ્લામાં 44મી રથયાત્રા નીકળી, રાધાકૃષ્ણ મંદિર ખાતે ભગવાનનું  મામેરું કરાયું

Next Article