AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટની ક્યુટ બાળ કલાકાર હિરવા ત્રિવેદી અજય દેવગન સાથે ‘ભોલા’ ફિલ્મમાં જોવા મળશે, 9 વર્ષીય એક્ટ્રેસ અનેક સિરીયલમાં કરી ચુકી છે કામ

Rajkot: રાજકોટની ક્યુટ એક્ટ્રેસ હિરવા ત્રિવેદી અજય દેવગન સાથે ભોલા ફિલ્મમાં મહત્વના રોલમાં દેખાશે. માત્ર 9 વર્ષની ઉમરે અનેક જાણીતી સિરીયલમાં કામ કરી ચુકી છે. હાલ તે અજય દેવગનની આવનારી ફિલ્મ ભોલામાં જોવા મળશે.

રાજકોટની ક્યુટ બાળ કલાકાર હિરવા ત્રિવેદી અજય દેવગન સાથે 'ભોલા' ફિલ્મમાં જોવા મળશે, 9 વર્ષીય એક્ટ્રેસ અનેક સિરીયલમાં કરી ચુકી છે કામ
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 28, 2023 | 10:02 AM
Share

આગામી 30 માર્ચે અજય દેવગનની મોસ્ટ અવૈટેડ ફિલ્મ ‘ભોલા’ રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મમાં અજય દેવગન સાથે રાજકોટની 9 વર્ષીય એક્ટ્રેસ હિરવા ત્રિવેદી પણ મહત્વનો રોલ નિભાવી રહી છે.આ પહેલા હિરવા જાણીતી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે.આવો જાણીએ રાજકોટની ક્યૂટ ગર્લ હિરવા વિશે..

જાણીતી ટીવી સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે હિરવા

ભોલા ફિલ્મ હિરવાની પહેલી બોલીવુડ ફિલ્મ છે.આ પહેલા હિરવા અનેક જાણીતી ટીવી સિરીયલમાં કામ કરી ચૂકી છે. હિરવા દિલ જેસે ધડકે ધડકને દો,ગુમ હૈ કિસી કે પ્યાર મે,શુભ લાભ,કાશીબાઈ બાજીરાવ બલાલ જેવી જાણીતી સીરીયલ્સમાં કામ કરી ચૂકી છે. ત્યારબાદ તેને ભોલા જેવી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો છે. આ માટે તેણીએ નાની ઉંમરે ખૂબ જ હાર્ડવર્ક પણ કર્યું છે.

“અજય દેવગનને મળવા સમયે હું ખૂબ જ નર્વસ હતી”: હિરવા

હિરવાએ જણાવ્યું હતું કે જ્યારે તેને ખબર પડી કે તેનું નામ ભોલા ફિલ્મ માટે ફાઇનલ થયું છે ત્યારે તે ખૂબ જ એક્સાઇટેડ હતી. અને જ્યારે અજય દેવગનને મળવાનું હતું તે પહેલા તે ખૂબ જ નર્વસ હતી પરંતુ જ્યારે તે અજય દેવગનને મળી ત્યારે તેને લાગ્યું કે તે ખૂબ જ સામાન્ય વ્યક્તિને મળી છે. હિરવાએ જણાવ્યું કે અજય સર સાથે ભોલા ફિલ્મમાં કામ કરવાની ખૂબ જ મજા આવી અને ઘણું શીખવા પણ મળ્યું. ભોલા ફિલ્મમાં હિરવા જ્યોતિ નામની બાળકીનો રોલ નિભાવી રહી છે.

એક્ટિંગની સાથે ભણવામાં પણ હોશિયાર છે હિરવા

હિરવાએ જણાવ્યું હતું કે એક્ટિંગની સાથે સાથે તે પોતાનું સ્ટડી બગડવા નથી દેતી. જ્યારે શૂટ માંથી સમય મળે ત્યારે તે પોતાનું સ્ટડી પૂરું કરી લે છે. હિરવએ જણાવ્યું હતું કે એક્ટિંગની સાથે તેને સિંગિંગ અને રાઇટીંગનો પણ શોખ છે. હિરવાએ જણાવ્યું હતું કે તેના મમ્મી પપ્પાનો તેને ખૂબ જ સપોર્ટ છે અને તેના બધા શોખ તેના પપ્પા પૂરા કરે છે.

આ પણ વાંચો: રાજકોટની હિરવાએ બોલિવુડમાં ડંકો વગાડ્યો , ફિલ્મ ભોલામાં અજય દેવગન સાથે લીડ રોલમાં જોવા મળશે

આલિયા ભટ્ટ ફેવરિટ હીરોઈન અને અક્ષય કુમાર છે ફેવરિટ હીરો

હિરવાની ફેવરિટ હિરોઈન આલિયા ભટ્ટ છે અને તેના ફેવરિટ હીરો અક્ષય કુમાર છે. અક્ષય કુમાર સાથે પણ ફિલ્મ કરવાનું હિરવાનું સ્વપ્ન છે. હીરવાએ જણાવ્યું હતું કે દિલ જૈસે ધડકે ધડકને દોના પ્રોડ્યુસર મહેશ ભટ્ટ હતા.તેઓ હીરવાની આલિયા સાથે મુલાકાત કરાવવાના જ હતા અને કોરોના આવી ગયો. પરંતુ હીરવાએ જણાવ્યું હતું કે તે બહુ જલ્દી જ આલિયાને મળશે. આ ઉપરાંત હીરવાએ જણાવ્યું હતું કે તે આગળ પણ ઘણી બધી મોટી બોલીવુડ ફિલ્મમાં કામ કરવા માગે છે અને તેના માટે તે મહેનત ચાલુ રાખશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">