Rajkot: કોર્ટ બંધ થતા વકીલ પતિની સાથે મદદ કરવા પત્નીએ કારમાં ખોલી ઓફિસ, ઝેરોક્ષ, પ્રિન્ટીંગનું શરૂ કર્યુ કામ

|

Jun 20, 2021 | 11:06 PM

રાજકોટના ગોંડલ ચોકડી નજીક રહેતા અને વ્યવસાયે વકીલ એવા આનંદકુમાર સદાવ્રતી (AnandKumar Sadavrati)એ કોરોનાકાળમાં કોર્ટ બંધ થતા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હતુ.

Rajkot: કોર્ટ બંધ થતા વકીલ પતિની સાથે મદદ કરવા પત્નીએ કારમાં ખોલી ઓફિસ, ઝેરોક્ષ, પ્રિન્ટીંગનું શરૂ કર્યુ કામ

Follow us on

Rajkot: કોરોના (Corona virus)ના કારણે અનેક વેપાર ધંધાને અસર પડી છે, ત્યારે રાજકોટ (Rajkot)ના વકીલ દંપતિએ કોર્ટ બંધ થતા ગુજરાન ચલાવવા પોતાની કારને જ ઓફિસ બનાવી દીધી અને તેમાં ઝેરોક્ષ,પ્રિન્ટીંગ, પાસપોર્ટ ફોટો સહિતનું કામ શરૂ કર્યુ છે. રાજકોટના ગોંડલ ચોકડી નજીક રહેતા અને વ્યવસાયે વકીલ એવા આનંદકુમાર સદાવ્રતી (AnandKumar Sadavrati)એ કોરોનાકાળમાં કોર્ટ બંધ થતા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હતુ.

 

ત્યારે આનંદકુમારે તેના પત્ની સાથે મળીને વ્યવસાય કરવાનું વિચાર્યું, પરંતુ રાજકોટ જેવા શહેરમાં ભાડે ઓફિસ લેવી ખર્ચાળ હતી, જેને લઈને વકીલે સોલાર પેનલની મદદથી કારમાં જ પ્રિન્ટીંગ મશીન, લેપટોપ સહિતની કામગીરી કરીને આર્થિક લાભ મળવે છે. આનંદકુમાર દ્વારા દોઢ લાખનો ખર્ચ કરીને ઓફિસ શરૂ કરવામાં આવી છે. કોરોના બાદ સરકારી કચેરીઓ બહાર ઉભા રહીને કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

કોર્ટ ચાલુ થતાં પત્ની ચલાવે છે ઓફિસ

હાલમાં જ કોર્ટ શરૂ થઈ છે, ત્યારે હવે આ ઓફિસ તેની પત્ની અવની સદાવ્રતી ચલાવે છે. આનંદકુમારના કહેવા પ્રમાણે કોર્ટ હજુ ફુલટાઈમ શરૂ થઈ નથી, જેના કારણે બંન્ને પતિ-પત્ની સાથે ઓફિસ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. રાજકોટ શહેર કંઈકને કંઈક નવું કરવા માટે જાણીતા છે. આનંદકુમારે કરેલી શરૂઆત અનેક બેરોજગાર લોકોને રાહ ચીંધે તેવી છે.

 

આ પણ વાંચો: Vadodara: એક નહીં, બે નહીં પૂરા 32 આરોપીની ધરપકડ, જુઓ શું છે સમગ્ર ઘટના?

Next Article