Rajkot: જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન

ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

Rajkot:  જળસંકટ થયું હળવું, ન્યારીમાં નર્મદાના નીરનું આગમન
Nyari Dam (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:49 PM

રાજકોટ (Rajkot) માં ઉનાળા (Summer) ની શરૂઆતમાં જ પાણીની કટોકટી સર્જાય તેવી શક્યતા હતી જો કે રાજ્ય સરકાર (State Government) દ્વારા નર્મદા (Narmada) ના નીરની ફાળવણી કરતા રાજકોટનું જળ સંકટ (Water crisis) હળવું થતું જોવા મળી રહ્યું છે. રાજકોટમાં આજી 1 ડેમમાં નર્મદાના નીરની ફાળવણી કર્યા બાદ હવે ન્યારી ડેમમાં પાણીની ઠાવવાની શરૂઆત થઇ છે.ન્યારી ડેમમાં 27 તારીખ રાત્રીના સમયથી પાણી આવવાની શરૂઆત થઇ છેે અને હાલમાં 3.5 એમસીએફટી પાણીનો જથ્થો ન્યારી ડેમમાં આવી ગયો છે.રાજ્ય સરકાર દ્રારા કુલ 200 એમસીએફટી પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવામાં આવશે.

ન્યારી-1 ડેમમાં નર્મદાની પાણીની આવક શરૂ થયા પહેલા એટલે કે તા.26-03-2022ના રોજ ડેમની સપાટી 18 ફૂટની હતી અને ડેમમાં 650 MCFT જળ જથ્થો ઉપલબ્ધ હતો. જે મે માસના અંત સુધી ચાલે તેમ હતો. ગઈકાલથી ન્યારીમાં પાણીની આવક શરૂ થઈ છે અને વધુ કુલ 200 MCFT જેટલું પાણી મેળવશું. આમ, કુલ 850 MCFT પાણી આગામી ઓગષ્ટ સુધી ચાલશે. ન્યારી-1માં રોજ આશરે 10 થી 15 MCFT પાણી ઠલવાશે.

રાજ્ય સરકારનો મનપાએ માન્યો આભાર

રાજ્ય સરકાર દ્રારા સૌની યોજના થકી નર્મદાના નીરની ફાળવણી કરવામાં આવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર પ્રદિપ ડવ ,ડેપ્યુટી મેયર દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.મનપાના હોદ્દેદારોએ કહ્યું હતું કે ચોમાસા સુધી રાજકોટવાસીઓને પાણીની કોઇ જ સમસ્યા રહેવાની નથી અને નિયમીતપણે 20 મિનીટ પાણી વિતરણ શહેરીજનોને થતું રહેશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અગાઉ આજી 1 ડેમમાં પાણી ઠલવાયું હતું.

ન્યારી 1 ડેમ પહેલા આજી 1 ડેમમાં પણ સૌની યોજના થકી પાણી ઠાલવવામાં આવ્યું હતું.આજી 1 ડેમમાં રાજ્ય સરકાર દ્રારા તબક્કાવાર 750 એમસીએફટી પાણી ઠાલવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના આધારે રાજકોટવાસીઓને ઓગસ્ટ મહિના સુધી પાણીની કોઇ જ સમસ્યા નહિ રહે.મહત્વનું છે કે રાજકોટમાં મર્યાદિત પાણીની સ્રોત હોવાને કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણી માટે આગોતરૂ આયોજન કરવું પડે છે જેને લઇને રાજ્ય સરકાર પાસે 1050 એમસીએફટી પાણીની માંગ મુકવામાં આવી હતી જેમાંથી રાજ્ય સરકારે પાણી આપવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

g clip-path="url(#clip0_868_265)">