રાજકોટમાં દુકાનના તાળા તોડી વક્ફ બોર્ડના નામે મિલકત પડાવવા વિરુદ્ધ હવે VHP મેદાને, શાંતિ ડહોળનારાને ન છોડવાની ચીમકી- Video

|

Jan 01, 2025 | 8:47 PM

રાજકોટમાં વક્ફ બોર્ડના નામે મિલકત પડાવી લેવાના ષડયંત્રમાં હવે VHP મેદાને આવ્યુ છે. આ સમગ્ર પ્રકરણમાં વિધર્મીઓની કરતૂત સામે વિશ્વ હિન્દુ પરિષદે કાયદાકીય કાર્યવાહીમાં જોડાવાની તૈયારી દર્શાવી છે.

રાજકોટ શહેરમાં વકફ બોર્ડના નામે મિલ્કત પડાવી લેવાનું ષડયંત્ર સામે આવ્યું છે. દાણાપીઠમાં 70 વર્ષથી વધુ સમયથી દુકાનના ભાડા પેટે અપાયેલી બે દુકાનના તાળા તોડી તેમજ એક દુકાનના ભાડુઆતને ધાક ધમકી આપી વિધર્મીઓના ટોળાંએ કબ્જો લઇ લીધો હતો. વિધર્મીઓના ટોળાએ દુકાનમાંથી સામાન બહાર ફેંકી દીધો હતો. જ્યારે વેપારીઓએ તેમને સામાન ફેંકવા માટે વિનંતિ કરી તો ટોળાએ જણાવ્યુ કે અમને વક્ફ બોર્ડે મિલકતનો કબજો લેવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારે બળજબરી કરી, દુકાનનો સામાન આડેધડ આમતેમ ફેંકી કબજો લીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પીઆઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. કોઈ જ આગોતરી જાણ કર્યા વિના બળજબરીથી દુકાનનો કબજો લેવા સબબ પોલીસે મુખ્ય સૂત્રધાર એવા મસ્જિદના પ્રમુખ ફારુક મસાણી સહિત અજાણ્યા ટોળા સામે ફરિયાદ નોંધી છે.

“વેપારીઓને ભરોસામાં રાખી કાર્યવાહી કરાઇ નથી” -VHP

આ સમગ્ર મામલે હવે વિશ્વ હિંદુ પરિષદ મેદાનમાં આવ્યુ છે અને કાયદાકીય કાર્યવાહીમાં જોડાવાની તૈયારી બતાવૂ છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના રાજકોટના આગેવાન નીતીશ કથીરિયાએ પણ કહ્યું કે, જૂના ભાડૂઆતોને કાયદાકીય પ્રક્રિયા સિવાય બહાર કાઢી શકાતા નથી, કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ જગ્યા ખાલી કરાવી શકાય છે. તેમણે ઉમેર્યુ કે વકફનો આદેશ હોય તો પણ પોલીસને સાથે રાખીને અને વેપારીઓને વિશ્વાસમાં લઈને જ જગ્યા ખાલી કરાવી શકાય છે. તેમણે સ્પષ્ટ જણાવ્યુ કે રાજકોટની શાંતિ ડહોળવાનો કોઈ પ્રયાસ કરશે તો તેને છોડવામાં નહીં આવે.”

જો કે અમદાવાદથી વકફ નિયમોને લઈને અધિવકતા હાસીમ કુરેશીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જોર જબરજસ્તીથી મિલકત ખાલી કરાવવી અપરાધ છે. જો વફક ટ્રીબ્યુનલે આદેશ આપ્યો હોય તો સિવિલ કોર્ટમાં દાવો કરવાનો રહે છે.

વર્ષની પ્રથમ એકાદશી કરો શ્રી હરીને પ્રિય તુલસી સંબંધિત આ કામ
Jioનો 90 દિવસનો સસ્તો પ્લાન લોન્ચ! મળશે અનલિમિટેડ 5G ડેટા, કિંમત માત્ર આટલી
બોલિવૂડના સૌથી મોંઘા એક્ટર પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે, જુઓ ફોટો
ફિનાલેના 2 અઠવાડિયા પહેલા Bigg Boss 18માંથી બહાર થઈ આ સ્પર્ધક, જુઓ ફોટો
HMPV વાયરસથી કોને વધારે ખતરો? શું રાખશો ધ્યાન જાણો અહીં
જન્મી રહ્યો છે નવો મહાસાગર ! બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ ખંડ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article