Rajkot: 17 વર્ષ માભોમની સેવા કરીને માદરે વતન પરત આવેલા ગોંડલના વીર ફૌજીનું વાજતેગાજતે સન્માન

|

Feb 07, 2023 | 9:57 AM

કલ્પેશભાઈ એ આર્મીમાં (Indian Army)17 વર્ષની ફરજો બજાવી કુલ 6 મેડલો જીત્યા છે. ફરજ દરમિયાન તેમણે નાસિક મહારાષ્ટ્ર, અંબાલા પંજાબ, પઠાણકોટ પંજાબ, ગોપાલપુર ઓરિસ્સા, શ્રીનગર, દિલ્હી, મુંબઈ વિગેરે રાજ્યોમાં કઠિન ફરજો બજાવી હતી.

Rajkot: 17 વર્ષ માભોમની સેવા કરીને માદરે વતન પરત આવેલા ગોંડલના વીર ફૌજીનું વાજતેગાજતે સન્માન
Gondal retired Army man

Follow us on

ગોંડલના વીર જવાન કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા 17 વર્ષ મા ભોમની સેવા કરીને માદરે વતન પરત આવ્યા હતા. આ નિવૃત વીર જવાનને આવકારવા ગામમાં જાણે હરખની હેલી જોવા મળી હતી. કલ્પેશભાઈ વાઘેલા ટ્રેનના કોચમાંથી ઉતર્યા ત્યારથી માંડીને તેઓ ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમને જોશભેર આવકાર મળ્યો હતો.

17 વર્ષની આર્મીની ફરજો અલગ અલગ રાજ્યોમાં અને વિવિધ બોર્ડર ઉપર ફરજ બજાવીને કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા વતન ગોંડલ ખાતે જબલપુર એક્સપ્રેસ દ્વારા ગોંડલ રેલવે પહોંત્યા હતા ત્યારે વાઘેલા પરિવારની સાથે જ ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળ પણ બહોળી સંખ્યામાં સફારી મેડલ કેપ સહિત સેરિમોનિયલ ડ્રેસમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતું.

ગોંડલ રેલવે સ્ટેશને ઉમળકાભેર સ્વાગત

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ગોંડલ રેલવે સ્ટેશને એમનું સ્વાગત કર્યાં બાદ એમને ડી.જે. સહિત વાજતે ગાજતે કુટુંબીજનો, મિત્રમંડળ તથા બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના પ્રમુખ અનોપસિંહ ચુડાસમા ની આગેવાનીમાં ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, નિતેશભાઈ બાબરીયા, રામદેવસિંહ જાડેજા, હરેન્દ્રભાઈ જોષી, જસુભા જાડેજા, સુભાષભાઈ ભટ્ટ, રસિકભાઈ પુરોહિત સહિતના લોકોએ વીર યોદ્ધા કલ્પેશભાઈની એમના નિવાસસ્થાન ભવનાથ સુધી ડી.જે. સહિત સન્માન-રેલી સહિત બહુમાન આપ્યું.

માતૃભૂમિની રક્ષા કરતા  6 મેડલ પ્રાપ્ત કર્યા

કલ્પેશભાઈ ગોપાલભાઈ વાઘેલા મૂળ ઘોઘાવદરના છે  અને હાલમાં ગોંડલ  રહે છે. એમના બીજા પિતરાઈ ભાઈ ગૌતમભાઈ પણ આર્મીમાં ફરજો બજાવીને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંદળ ના એક જવાબદાર સભ્ય છે.

વીર યોદ્ધા કલ્પેશભાઈ એ આર્મીમાં 17 વર્ષની ફરજો બજાવી કુલ 6 મેડલો જીત્યા છે. ફરજ દરમિયાન તેમણે નાસિક મહારાષ્ટ્ર, અંબાલા પંજાબ, પઠાણકોટ પંજાબ, ગોપાલપુર ઓરિસ્સા, શ્રીનગર, દિલ્હી, મુંબઈ વિગેરે રાજ્યોમાં કઠિન ફરજો બજાવી જે દરમિયાન શ્રીનગરમાં 2017 થી 2019 દરમિયાન બે આર્મી ઓપરેશન (ઓપરેશન રક્ષક તથા ઓપરેશન વિજય) માઇનસ 10 ડિગ્રીમાં ઓપરેશન પાર પાડવા બદલ પણ બે મેડલ મેળવ્યા.

આમ કુલ તેઓએ કઠિન પરિસ્થિતિમાં ફરજો બજાવીને 6 મેડલ તથા એક કૉમેન્ડેશન કાર્ડ પ્રાપ્ત કર્યા છે. આ બહાદુર જવાનના પરિવારમાં બે ભાઈઓ છે જેમાંથી કલ્પેશભાઈ સૌથી મોટા છે જ્યારે એમને 6 વર્ષનો દીકરો છે તેને પણ તેઓ આર્મીમાં જ મોકલવાની મહેચ્છા ધરાવે છે.

 

વિથ ઇનપુટ:  દેવાંગ ભોજાણી, ટીવી9 ગોંડલ

Next Article