RAJKOT : વેક્સિનથી મહિલાઓને ગર્ભ નથી રહેતો ! હજુ પણ ગામડાંઓમાં 80 ટકા લોકોને વેક્સિનથી ભય

|

Jul 19, 2021 | 5:08 PM

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો. જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો.

RAJKOT : વેક્સિનથી મહિલાઓને ગર્ભ નથી રહેતો ! હજુ પણ ગામડાંઓમાં 80 ટકા લોકોને વેક્સિનથી ભય
Rajkot-Saurashtra University

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગનો ચોંકાવનારો સર્વે

કોરોનાથી બચવા માટેનું બ્રહ્મસ્ત્ર એટલે વેકસિન પરંતુ હજુ વેકસિન વિશે ઘણા લોકોમાં ખોટો ભય અને ચિંતા રહેલ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને કાઉન્સેલિંગ કરતી અને વેકસિન લેવા માટે સમજાવતી ત્યારે મોટાભાગના લોકોએ ભગવાનની માનતા, શ્રીફળ, લાપસી આગળ ધર્યા હતા. જેના પરથી એ લોકોએ કહ્યું કે હવે જો અમે વેકસિન લઈએ તો ભગવાન કોપાયમાન થાય અને કંઈક ગુસ્સો કરી બેસે તો કંઈક અપશુકન થશે.

આવા વેકસીનના ભયના લક્ષણો અને ભગવાનના ભયના લક્ષણો ને મનોવિજ્ઞાન ની ભાષામાં વેકસીનોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. જેનું વિશ્લેષણ ડો.ધારા આર.દોશી અને ડો.યોગેશ એ. જોગસણ દ્વારા કરવામાં આવ્યું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો વેક્સિનેશન જાગૃતિમાં ગામડે ગામડે લોકોને મળેલ ત્યારે ગામડાના 80.10% લોકોને વેકસીનોફોબિયા જોવા મળ્યો. જયારે શહેરના 36% લોકોમાં વેકસીનોફોબિયા જોવા મળ્યો. ટોટલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 2700 થી વધુ લોકોને આધારે છેલ્લા 3 મહિનાના ઓબ્ઝર્વેશનને આધારે આ પરિણામ જોવા મળેલ હોવાનો યુનિવર્સિટીએ દાવો કર્યો છે.

શું છે વેકસીનોફોબિયા?
વેક્સિનોફોબિયા એ રસીનો અતાર્કિક ભય છે. આ સ્થિતિથી પીડિત કોઈ વ્યક્તિ ફક્ત રસીના વિચારથી ખૂબ જ ચિંતા અને અસ્વસ્થતાનો અનુભવ કરે છે. તેમની અસ્વસ્થતા એટલી તીવ્ર હોઈ શકે છે કે તે તેના પરિણામે તેને ચિંતા, ડિપ્રેશન અને તણાવનો હુમલો આવી શકે છે.

હાલના સમયમાં કોરોના વેકસિન વિશે આ જ પ્રકારની અતાર્કિક બીક અને તણાવ ઘણા વ્યક્તિઓમાં જોવા મળે છે. વેકસિનના ફાયદા વિશે સમજાવવા છતાં આ ભયથી પીડિત વ્યક્તિ ખોટા તણાવ ઉતપન્ન કરી નાખે છે. વેકસીનના નામથી જ ખૂબ ઘબરાઈ જાય છે અને પોતે તો વેકસિન નથી લેતા પણ અન્યને પણ વેકસિન લેવાની ના પાડે છે.

વેક્સીનોફોબિયાના લક્ષણો
રસીનો વિચાર કરતી વખતે ચિંતા
ચિંતાનો સામનો કરવામાં અસમર્થ
સ્નાયુઓમાં તણાવ, ધ્રુજારી અને શરીરે પરસેવો થવો
ગભરામણ

રસીની આડ અસરો વિશે અફવાઓ ફેલાવવી જેમ કે હાલના સમયમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં અને ઘણા શહેરી વિસ્તારોમાં કોરોના વેકસીનની અફવાઓએ જોર પકડ્યું છે કે વેકસીનથી મૃત્યુ થાય, વેકસિન લેવાથી સ્ત્રીઓને ગર્ભ ન રહે, વેકસિન થી લાંબા ગાળે શરીરને ઘણું નુકસાન થાય આવી ભ્રામક માન્યતાઓથી ઘેરાયેલ હોય છે..

Published On - 4:47 pm, Mon, 19 July 21

Next Article