Rajkot: આવતીકાલથી રાજકોટમાં ભારત-દ.આફ્રિકાની મેચની ટિકીટનું વેચાણ શરૂ, જાણો ટિકિટના ભાવ
સ્ટેડિયમ ખાતે ટિકિટનો ભાવ 1000 રૂપિયાથી લઈને 8000 રૂપિયા રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) અને બુક માય શોપ પરથી આ ટિકિટનું બુકિંગ ઓનલાઇન થઇ શકશે.

આગામી 17 જૂનના રોજ ભારત અને દ.આફ્રિકા વચ્ચે રાજકોટના (Rajkot News) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટી-20 મેચ યોજાનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ મેચની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. સ્ટેડિયમ ખાતે ટિકિટના ભાવ 1000 રૂપિયાથી લઈને 8000 રૂપિયા રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બુક માય શોપ પરથી આ ટિકિટનું બુકિંગ ઓનલાઈન થઈ શકશે.
ઈસ્ટ સ્ટેન્ડ ભાવ
લેવલ-1- 1000
લેવલ-2- 1000
લેવલ-3- 1000
વેસ્ટ સ્ટેન્ડ ભાવ
લેવલ-1-1500
લેવલ-2-2000
લેવલ 3-2000
કોર્પોરેટ બોક્સ (15 સીટ)- 7000
સાઉથ પેવેલીયન ભાવ
લેવલ-1 (વીથ ડિનર)- 7000
લેવલ-2 બ્લોક- Aથી D 4000
લેવલ-3- 2500
કોર્પોરેટ બોક્સ (15 સીટ)- 8000
ટિકિટના ભાવમાં ઉછાળો
અત્યાર સુુધીમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા 500 રૂપિયાથી લઈને 7000 રૂપિયા સુધી ટિકિટના ભાવ રાખવામાં આવ્યા હતા. જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ભાવમાં વધારો કર્યો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ માટે જે ભાવ જાહેર કરવામાં આવ્યા તે ભાવ 500ના બદલે 1000થી લઈને 8000 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે, જેમાં ડિનર અને કોર્પોરેટ બોક્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
17 જાન્યુ.2020ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે રમાઈ હતી
અત્યાર સુધીમાં રાજકોટના SCA સ્ટેડિયમમાં કુલ 8 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 2 ટેસ્ટ, 3 T-20 અને 3 વન-ડેનો સમાવેશ થાય છે. ગત 17 જાન્યુઆરી-2020ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. ત્યારબાદ કોરોના મહામારીને કારણે અહીં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નહતી. ત્યારે રાજકોટમાં અઢી વર્ષ બાદ 17 જૂનના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનું આયોજન થતાં રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલ રાજકોટમાં ચાલી રહી છે સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ
સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ 2022ની શરૂઆત 2 જુનથી થઈ છે. જેની ફાઈનલ મેચ 11 જુનના રોજ સાંજે 7 કલાકે યોજાવાની છે. SPL 2022ની તમામ મેચો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (Saurashtra Cricket Association) દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની બીજી આવૃત્તિમાં પાંચ ટીમો 11 મેચોમાં પ્રખ્યાત ટાઈટલ માટે રમી રહી છે.
સોરઠ લાયન્સ, ઝાલાવાડ રોયલ્સ, હાલાર હીરોઝ, કચ્છ વોરિયર્સ અને ગોહિલવાડ ગ્લેડીયેટર્સ આ પાંચ ટીમો આ ટી20 ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. તમને જણાવી દઈએ કે સોરઠ લાયન્સ એ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જેણે 2019ની ફાઇનલમાં ઝાલાવડ રોયલ્સને પાંચ રનથી હરાવીને ટુર્નામેન્ટની પ્રારંભિક આવૃત્તિ જીતી હતી.