રાજકોટની ભાદર નદીમાં ઘોડાપૂર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા

રાજકોટજિલ્લાની ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે.જેતપુરથી દેરડીની બેઠી ધામી પર ભાદરના પાણી ફરી વળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 8:18 AM

ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદના પગલે રાજયના અનેક નદી અને ડેમોમાં પાણીની(Water) આવક વધી છે. તેમજ અનેક ડેમો ઓવરફ્લો પણ થયા છે. જેમાં રાજકોટ(Rajkot)જિલ્લાની ભાદર નદીમાં(Bhadar River)ઘોડાપૂર આવ્યું છે.

જેતપુરથી દેરડીની બેઠી ધામી પર ભાદરના પાણી ફરી વળ્યા છે. નદીના પાણી ફરી વળતા જેતપુરથી દેરડી, મોણપર, કાગવડ સહિતના ગામ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા ચોતરફ પાણ ફરી વળ્યું છે. જયારે ભાદર 1 ડેમના 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો ભાદર-1 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ભાદર-1 ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે.34 ફૂટની સપાટી ધરાવતા ડેમની હાલની જળસપાટી 34 ફૂટ પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં 3 હજાર 264 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ડેમ ઓવરફ્લો થવાની સ્થિતિમાં હોવાથી આસપાસના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાની સૂચના આપવામાં આવી છે.

ભાદર 1 છલકાતા ગોંડલ,જેતપુર,વીરપુર, રાજકોટના લોકોની પીવાના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે. ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે ભાદરમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ. ડેમના દરવાજા ખોલતા જ નીચાણ વાળા ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા તાલુકાના 22 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં પકડાયેલા હોટલ માલિકની રાતભર પૂછતાછ કરાઇ, આરોપીઓના લોકેશન શોધવાની કવાયત

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ ,ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાશે

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">