Rajkot : પ્રજાના રૂપિયે જલસા ! કોરાનાકાળમાં શાસકો માટે RMC 47 લાખના ખર્ચે કરશે કારની ખરીદી

|

Jul 30, 2021 | 4:07 PM

મનપાના શાસક પક્ષના નેતા, ચીફ ફાયર ઓફિસર અને ફાયર વિભાગના ચેરમેનની 47 લાખ રૂપિયાના ખર્ચે કાર ખરીદ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂર કરી દીધી છે.

Rajkot : પ્રજાના રૂપિયે જલસા ! કોરાનાકાળમાં શાસકો માટે RMC 47 લાખના ખર્ચે કરશે કારની ખરીદી
Rajkot

Follow us on

કોરોનાના (Corona) કપરાકાળમાં પ્રજાના રૂપિયાથી મહાનગર પાલિકાના (Municipal Corporation) શાસકો બેફામ બન્યા છે. મનપાના શાસક પક્ષના નેતા, ચીફ ફાયર ઓફિસર અને ફાયર વિભાગના ચેરમેનની 47 લાખ રૂપિયાના ખર્ચે કાર (Car) ખરીદ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટીએ મંજૂર કરી દીધી છે. રાજકોટ મહાનગર પાલિકાની (RMC) કચેરી ખાતે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 39 જેટલી દરખાસ્ત હતી જેમાંથી 38 દરખાસ્ત મંજૂર કરવામાં આવી.

આ બેઠકમાં શાસક પક્ષના નેતા માટે 21.12 લાખની કાર, ફાયર ચેરમેનની 11.81 લાખ અને ચીફ ફાયર ઓફિસરની 14.64 લાખ રૂપિયાની કારની ખરીદી મંજૂર કરવામાં આવી છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતુ કે, પ્રજાના કામોને વેગ આપવા માટે નવા વાહનોની જરૂરિયાત હતી, જેથી આ ખરીદી કરવામાં આવી રહી છે. કોરોનાકાળમાં આ ખર્ચ કેટલો યોગ્ય તેના જવાબમાં પુષ્કરભાઇએ કહ્યું હતુ કે જ્યારે જે જરૂરિયાત હોય તે પ્રમાણે ખર્ચ કરવામાં આવે છે.

વિરોધ પક્ષે શાસકોના આ નિર્ણયનો કર્યો વિરોધ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મનપાની તિજોરીને વધારાના બોજાનો વિરોધ પક્ષના નેતાએ વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષના નેતા ભાનુ સોરાણીએ આક્ષેપ કરતા કહ્યું હતુ કે, શાસક પક્ષના નેતા અને વિરોધ પક્ષના નેતાની કાર એક સાથે ખરીદવામાં આવી હતી. શાસક પક્ષના નેતાની કાર 1.98 લાખ કિલોમીટર ચાલી છે, જ્યારે વિરોધ પક્ષના નેતાની કાર 3.18 લાખ કિલોમીટર ચાલી હોવા છતા તેઓએ માંગણી કરેલ નથી. આ ખર્ચને વિરોધ પક્ષે બિન જરૂરી ગણાવ્યો હતો.

રેન્ટલ હાઉસ પ્રોજેક્ટની દરખાસ્ત ત્રીજી વખત પેન્ડીંગ

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં રેન્ટલ હાઉસ પ્રોજેક્ટની દરખાસ્ત ત્રીજી વખત પેન્ડીંગ રાખવામાં આવી છે. સ્ટેન્ડીંગ કમિટીએ આ દરખાસ્તમાં રિટેન્ડર કરવાની સૂચના આપી છે. બહારગામથી આવતા લોકો માટે આરએમસી દ્વારા 680 આવાસ તૈયાર કર્યા છે અને તે ભાડે આપવાના છે, પરંતુ મનપા અને કંપની વચ્ચે ભાડાને લઇને સંમતિ નહિ થતા આવાસ ધૂળ ખાય રહ્યા છે.

 

આ પણ વાંચો : Gujarat Board Class 12 Result : સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામ, સવારે 8 કલાકે થશે જાહેર, શાળાઓ ઓનલાઈન પરિણામ જોઇ શકશે

આ પણ વાંચો : Rajkot મહાનગરપાલિકા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરશે, હર્ડ ઇમ્યુનિટી અંગે માહિતી મેળવશે

Next Article