Rajkot : શાકભાજીના ભાવ પહોંચ્યા તળિયે, ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળતા, જ્યારે લોકોને ખાસ રાહત નહીં

માર્કેટયાર્ડમાં ખેડૂતોને આ શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે, વચેટિયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરે છે. ત્યારે tv9ની ટીમે પણ માર્કેટયાર્ડમાં શાકભાજીના હોલસેલ ભાવ કેટલા છે અને સામાન્ય લોકોને આ શાકભાજી કેટલા રૂપિયામાં મળી રહ્યું છે તે અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Rajkot : શાકભાજીના ભાવ પહોંચ્યા તળિયે, ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળતા, જ્યારે લોકોને ખાસ રાહત નહીં
Vegetable
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 13, 2023 | 5:55 PM

Rajkot : એક કહેવત છે કે “સમય સમયની વાત છે” થોડા સમય પહેલા જ ટામેટાના (Tomato) ભાવ 250 રૂપિયા કિલો સુધી પહોંચ્યા હતા. જે ટામેટા હવે હોલસેલ બજારમાં 250 રૂપિયાના 15થી 20 કિલો મળી રહ્યા છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ તળિયે પહોંચી ગયા છે. વરસાદે વિરામ લેતાં અને ચોમાસાની સીઝન અંત તરફ પહોંચતા શાકભાજીનું મોટી માત્રામાં ઉત્પાદન થઈ થયું છે.

આ પણ વાંચો Rajkot : જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની આપઘાત કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ, જુઓ Video

માર્કેટયાર્ડમાં ખેડૂતોને આ શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોંચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વચેટિયાઓ આ સ્થિતિમાં સૌથી વધુ કમાણી કરે છે. ત્યારે tv9ની ટીમે પણ માર્કેટયાર્ડમાં શાકભાજીના હોલસેલ ભાવ કેટલા છે અને સામાન્ય લોકોને આ શાકભાજી કેટલા રૂપિયામાં મળી રહ્યું છે તે અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં સામે આવ્યું હતું કે માર્કેટયાર્ડમાં મફતના ભાવે વહેચાતું શાકભાજી લોકોને મળવું જોઈએ એટલા સસ્તા ભાવમાં નથી મળી રહ્યું. પરિણામે જ્યારે શાકભાજીના ભાવ આસમાને હોય છે, ત્યારે લોકો તેના મસમોટા ભાવ ચૂકવે છે, પરંતુ જ્યારે શાકભાજીના ભાવ તળિયે હોય ત્યારે લોકોને જેટલું સસ્તું શાકભાજી મળવું જોઈએ તેટલું નથી મળતું. કારણ કે વચેટિયાઓ ખેડૂતો પાસેથી તળિયાના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓને સારી એવી કિંમતમાં વેચે છે. શાકભાજીના ખેડૂતોને મળતા ભાવ અને લોકોને કયા ભાવે શાકભાજી મળી રહ્યું છે તે ભાવ નીચે મુજબ છે.

શાકભાજીના હોલસેલમાં ખેડૂતોને મળતા કિલોદીઠ ભાવ

ગુવાર 12થી 15 રૂપિયા

રીંગણા 8થી 10 રૂપિયા

મરચા 3 થી 5 રૂપિયા

કારેલા 7થી 10 રૂપિયા

દૂધી 5થી 7 રૂપિયા

ભીંડો 12થી 15 રૂપિયા

ટામેટા 10થી 12 રૂપિયા

ધનાભાજી 15થી 20 રૂપિયા

કોબી 8થી 10 રૂપિયા

ફ્લાવર 10થી 15 રૂપિયા

શાકભાજીના રિટેઇલ કિલોદીઠ ભાવ

ગુવાર 40થી 50 રૂપિયા

રીંગણા 40થી 50 રૂપિયા

મરચા 35થી 40 રૂપિયા

કારેલા 35થી 45 રૂપિયા

દૂધી 20થી 30 રૂપિયા

ભીંડો 40થી 50 રૂપિયા

ટામેટા 30થી 40 રૂપિયા

ધનાભજી 40થી 50 રૂપિયા

કોબી 20થી 25 રૂપિયા

ફ્લાવર 30થી 40 રૂપિયા

નિકાસ અંગે પ્રોત્સાહન આપવા ખેડૂતોએ સરકાર પાસે માગ કરી

આ પરિસ્થિતિ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સ્થિતિમાં સૌથી વધુ વચેટિયાઓ કમાય છે. જ્યારે ખેડૂતોનો મજૂરી ખર્ચ અને યાર્ડ સુધી શાકભાજી પહોચાડવાનો ખર્ચ પણ માથે પડે છે. ત્યારે સરકાર શાકભાજીની નિકાસ અંગે પ્રોત્સાહન આપે અને ન્યૂનતમ ભાવ અંગે કઈક નીતિ કરે તેવી આશા ખેડૂતો સરકાર પાસે રાખી રહ્યા છે.

 રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં નોકરીની ઉત્તમ તક, મળશે મહિને 54000