Rajkot: નિયમ ભંગ કરનાર સ્પા સંચાલકો સામે પોલીસની લાલ આંખ, 54 સ્પા સેન્ટરમાં દરોડા, 17 લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ
Rajkot: સ્પાની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ અટકાવવા ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ રાજ્યભરના સ્પા સેન્ટરો પર પોલીસ દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રાજ્યમાં 18 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમિયાન સ્પા સેન્ટરકો પર દરોડાની કાર્યવાહી કરનામાં આવે છે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા 54 જેટલા સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમા જેટલા સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિુયાદ નોંધવામાં આવી છે.
Rajkot: રાજ્ય ગૃહ વિભાગના આદેશ બાદ સ્પા સંચાલકો સામે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બંન્ને ઝોનની એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો દ્રારા ગત 18 તારીખના રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા 54 જેટલા સ્પામાં દરોડા કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 જેટલા સ્પાના સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ હાથ ધરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે ગૃહ વિભાગના આદેશ બાદ શહેરમાં 18 થી 24 ઓક્ટોબર સુધી સ્પા અંગે સ્પેશ્યિલ ડ્રાઇવ કરવામાં આવશે અને સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ અંગે કાર્યવાહી કરાશે.
નોર્થ ઈસ્ટ, દિલ્હી અને પ.બંગાળથી લવાય છે સ્પા થેરાપિસ્ટ
પોલીસના કહેવા પ્રમાણે શહેરમાં જે સ્પા આવેલા છે તેમાં મોટાભાગે બહારના રાજ્યોમાંથી થેરાપીસ્ટો બોલાવવામાં આવે છે. શહેરમાં જે સ્પાના હાટડીઓમાં નોર્થ ઇસ્ટ, પશ્વિમ બંગાળ, દિલ્હી અને મુંબઇની થેરાપીસ્ટ કામ કરવા માટે આવે છે જેનું કોઇ રજીસ્ટ્રેશન કરવામાં આવતું નથી. સ્પાની આડમાં કેટલાક સ્થળોએ દેહવ્યપારનો ધંધો ચાલે છે જે ખુબ જ ગંભીર પ્રકારની વાત છે. આ જ વાતને લઇને પોલીસ દ્રારા મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી પરંતુ હાલમાં કોઇ સ્પામાંથી આવી શંકાસ્પદ પ્રવૃતિ સામે આવી નથી.
આ પણ વાંચો: Rajkot: પાછોતરા વરસાદને કારણે કપાસમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન- Video
સ્પા અંગે પોલીસ સતર્ક છે,ગોરખધંધા નહિ ચલાવી લેવાય- પોલીસ
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ કહ્યું હતું કે ગૃહ વિભાગના આદેશ બાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા સ્પામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્પામાં કામ કરતા દરેક થેરાપીસ્ટ અને કર્મચારીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું છે. આ જાહેરનામનો ભંગ કરનાર 17 જેટલા સ્પાના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્રારા 18 થી 24 તારીખ સુધી સ્પામાં ગેરકાયદે પ્રવૃતિ વિરુદ્ધની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસે સ્પા સંચાલકોને પણ ચેતવણી આપી છે કે સ્પામાં ગેરકાયદે કામગીરી ચલાવી લેવામાં નહિ આવે અને આવી પ્રવૃતિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની મેગા ડ્રાઇવથી સ્પા સંચાલકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
રાજકોટમાં 17 સ્પા સેન્ટર સામે જાહેરનામા ભંગની કાર્યવાહી
- બુધ્ધા ઈન્ટરનેશનલ સ્પા
- એમકે, પલ્સ સ્પા
- ગ્રીન લીફ સ્પા
- લોરા સ્પા
- ઓર્ગેનીક સ્પા
- તપસ હેલ્થ એન્ડ વેલનેશ સ્પા
- મુન વેલ્નેસ સ્પા
- એનજોય સ્પા
- એચ.ડી.વેલનેસ સ્પા
- પર્પલ સ્પા
- માઇલ સ્ટોન સ્પા
- ઓસાના સ્પા
- નીલા
- બ્લીસ રીફ્રેશીંગ સેન્ટર સ્પા
- આત્મીજ વેલનેસ સ્પા
- મિન્ટ વેલનેસ સ્પા
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો