AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પાછોતરા વરસાદને કારણે કપાસમાં થયેલા નુકસાન અંગે કૃષિમંત્રીએ આપ્યુ મહત્વનું નિવેદન- Video

Rajkot: રાજ્યમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. એકતરફ ખેડૂતોને કપાસના પૂરતા ભાવ નથી મળતા તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયુ છે. ત્યારે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ છે. કપાસમાં થયેલા નુકસાન અંગે રાજકોટ આવેલા કૃષિમંત્રીએ પણ મહત્વપૂર્ણ નિવેગદન આપ્યુ. કૃષિ મંત્રી રાઘવજી પટેલ પ્રિવાયબ્રન્ટ સમિટ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા, ત્યારે તેમણે કપાસના નુકસાનને લઈને આ નિવેદન આપ્યુ હતુ. વાંચો શું કહ્યુ કૃષિમંત્રીએ

Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 19, 2023 | 10:47 PM
Share

Rajkot: રાજ્યમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદને કારણે કપાસને સૌથી વધારે નુકસાન થયું છે. વધારે વરસાદને કારણે કપાસના ફુલ તૂટી પડ્યા છે. જેના કારણે ખેડૂતોને મોં માં આવેલો કોળિયો છિનવાઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું. રાજકોટમાં ખાનગી હોટેલમાં પ્રિ વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રાઘવજી પટેલે દાવો કર્યો હતો કે કપાસમાં જે નુકસાન થયું છે તે અંગે રાજ્ય સરકાર ચિતિંત છે.

કપાસમાં નુકસાની અંગે સરકાર ચિંતિત- રાઘવજી પટેલ

રાજકોટમાં આવેલા રાઘવજી પટેલે કહ્યું હતું કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોચ્યું છે તેમાં પણ ખાસ કરીને કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી વાવેતરનો જે અંદાજ કાઢવામાં આવ્યો હતો તેના કરતા ઓછું વાવેતર થશે. આ ઉપરાંત ઉભા પાકને જે નુકસાન પહોંચ્યું છે તે અંગે દાવો કર્યો હતો કે નુકસાની અંગે સરકાર ચિંતિત છે આ માટે મુખ્યમંત્રીને પરિસ્થિતિથી વાકેફ કર્યા છે.સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે તેવા દાવો કર્યો હતો.

કપાસના ઘટેલા ભાવ અંગે પણ આવ્યું નિવેદન

એક તરફ કપાસના પાકને મોટા પાયે નુકસાન થઇ રહ્યું છે જ્યારે બીજી તરફ ખેડૂતોને કપાસના પુરતા ભાવ મળી રહ્યા નથી.ખેડૂતોને ગત વર્ષ કરતા 250 થી 300 રૂપિયા મણે ઓછા ભાવ મળી રહ્યા છે.હાલમાં ખેડૂતોને મણના 1400થી 1500 રૂપિયા મળી રહ્યા છે. ખેડૂતોને અપુરતા ભાવ અંગે કૃષિમંત્રીએ કહ્યું હતું કે કોઇપણ જણસના ભાવનો આધાર માંગ અને પુરવઠા પર આધારીત હોય છે. કપાસના ભાવ અંગે સરકાર ચિંતિત છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર ઉત્પાદન પહેલા જ ટેકાનો ભાવ બહાર પાડતી હોય છે. સમયાંતરે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્રારા કપાસની ખરીદી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos

રાજ્ય સરકાર દ્રારા આ વખતે વાયબ્રન્ટ સમિટને પ્રોત્સાહન મળે તે હેતુથી દરેક જિલ્લા કક્ષાએ પ્રિ વાયબ્રન્ટ સમિટનું આયોજન કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કર્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટની ખાનગી હોટેલમાં ઉદ્યોગકારો સાથે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">