જુગારધામ પર રાજકોટ પોલીસની તવાઇ, 2 દિવસમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા અને 50 જુગારી ઝડપાયા

રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં 3 જેટલા દરોડા કરીને 50 જેટલા જુગારીઓને ઝડપી પાડતા શહેર અને જિલ્લાભરમાં ચાલતા જુગારના અડ્ડા અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. 2 દિવસમાં પોલીસે 3 દરોડા પાડયા જેમાંથી 2 જુગારના અડ્ડા હાઈપ્રોફાઈલ હતા.

જુગારધામ પર રાજકોટ પોલીસની તવાઇ, 2 દિવસમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા અને 50 જુગારી ઝડપાયા
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Dec 02, 2023 | 9:12 AM

રાજકોટ શહેર પોલીસે જુગારીઓ સામે લાલ આંખ કરી છે. છેલ્લા 2 દિવસમાં પોલીસે અલગ અલગ 3 દરોડા પાડીને 50 જેટલા જુગારીઓને ઝડપી પાડયા છે. જેમાં શાસ્ત્રી મેદાન નજીક એવરેસ્ટ કોમ્પલેક્ષ, વિદ્યાકુંજ સોસાયટી પાસે આવેલા તારીકા એપાર્ટમેન્ટ અને કુબલિયા પરામાં સ્મશાન નજીક બાવળની વચ્ચે ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડીને જુગારીઓને ઝડપી પાડયા છે.

રાજકોટ પોલીસે છેલ્લા 2 દિવસમાં 3 જેટલા દરોડા કરીને 50 જેટલા જુગારીઓને ઝડપી પાડતા શહેર અને જિલ્લાભરમાં ચાલતા જુગારના અડ્ડા અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. 2 દિવસમાં પોલીસે 3 દરોડા પાડયા જેમાંથી 2 જુગારના અડ્ડા હાઈપ્રોફાઈલ હતા. પહેલા દરોડાની વિગત જોઈએ તો A ડિવિઝન પોલીસે શાસ્ત્રી મેદાન સામે આવેલા એવરેસ્ટ કોમ્પલેક્ષના 9માં માળે 906 નંબરની ઓફિસમાં દરોડો પાડીને 25 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જુગારની સાથે દારૂની પણ મહેફિલ જામતી હોવાની આશંકા

મોહસીન પઠાણ નામનો શખ્સ એવરેસ્ટ એપાર્ટમેન્ટમાં ઓફિસ ભાડે રાખીને જુગારનો અડ્ડો ચલાવતો હતો અને સુવિધા પૂરી પાડતો હતો.આ જુગારીઓને ઝડપીને પોલીસે 2 લાખ 85 હજાર જેટલી રોકડ કબ્જે કરી હતી.TV9ની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે જે ઓફિસમાંથી જુગારનો અડ્ડો ઝડપાયો તે ઓફિસની બાજુમાં રહેલા ડસ્ટબિનમાં 2 દારૂની બોટલ અને ગંજીપત્તા જોવા મળ્યા હતા.જેથી આ અડ્ડાનો મુખ્ય સૂત્રધાર મોહસીન પઠાણ જુગાર રમવા આવતા જુગારીઓને જુગારની સાથે સાથે દારૂની સુવિધા પણ પૂરી પાડતો હોવાની પૂરેપૂરી આશંકા છે.

કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન
Vitamin D : શું તમે તડકે નથી જઈ શકતા? તો ખાઓ આ ચીજ, તેમાંથી મળશે વિટામીન D
જીવ બચાવવા કામનું ! નેશનલ હાઈવે પર ગાડીનું ટાયર ફાટવા પાછળ આ કારણ જવાબદાર
Video : વારંવાર ચક્કર આવતા હોય તો આ 5 પાન ચાવી લો, મળશે રાહત
કાચના વાસણમાં છોડ ઉગાડતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો

તારીકા એપાર્ટમેન્ટમાંથી 5 જુગારીઓ ઝડપાયા

આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે 2 જગ્યાએ દરોડા કરીને જુગારના અડ્ડા ઝડપી પાડયા હતા.જેમાં અમીન માર્ગ નજીક આવેલા તારીકા એપાર્ટમેન્ટના બીજા માળેથી 201 નંબરના ફ્લેટમાંથી 5 લોકો જુગાર રમતા પકડાયા હતા.જેમની પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 2 લાખ રોકડ કબજે કરી હતી અને ઓડી કાર સહિત 16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા પાચેય જુગારીઓ મોટા વેપારી એન્ડ બિલ્ડર હોવાની શક્યતા રહેલી છે.અને આ ફ્લેટમાં છેલ્લા 2 વર્ષથી જુગાર રમાતો હોવાની પણ પોલીસને બાતમી મળી હતી.

આ પણ વાંચો- જામનગર વીડિયો : પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર પર હુમલા મામલે ભાજપના દંડક સહિત 3 સામે નોંધાઈ ફરિયાદ

કુબલિયાપરામાં સ્મશાન નજીક બાવળ વચ્ચે ચાલતો હતો મોટો અડ્ડો

ક્રાઇમ બ્રાન્ચે કુબલિયાપરામાં સાધુસમાધિ સ્મશાન પાસે નદી કાંઠે આવેલા બાવળની ઝાડીમાં જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો કરી 20 જુગારીઓને ઝડપી પાડયા હતા.આ શખ્સો ગંજીપતામાં અંદર બહારના પત્તાની માગનો હારજીતનો જુગાર રમતા હતા.પોલીસે આ શખ્સો પાસેથી 70 હજારની રોકડ કબજે કરી હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">