AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ચીલઝડપ કરી નાસતા ફરતા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા,13 ગુનાઓનો ભેદ ઉકેલાયો

આ બંને શખ્સોની ચીલઝડપ કરવાની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આસિફ ખેરાણી નામનો આરોપી ચીલઝડપ કરતા પહેલા આજુબાજુના વિસ્તારની રેકી કરતો અને ખાસ કરીને અવાવરૂ,અંધારા વાળી જગ્યા,ઓછા લોકોની અવર જવર હોય એવા અને સીસીટીવી કેમેરા ન હોય તેવા વિસ્તારમાં ચીલઝડપ કરવાનું નક્કી કરતા.

Rajkot: ચીલઝડપ કરી નાસતા ફરતા 2 આરોપીઓને પોલીસે ઝડપ્યા,13 ગુનાઓનો ભેદ ઉકેલાયો
Rajkot Loot Accused Arrested
Ronak Majithiya
| Edited By: | Updated on: May 01, 2023 | 9:14 PM
Share

રાજકોટમાં ચીલઝડપ કરતા 2 શખ્સોને LCB ઝોન 2 ની ટીમે ઝડપી પાડયા છે.આ બંને શખ્સોએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેરમાં 13 જેટલા ચીલઝડપના ગુનાને અંજામ આપ્યો હતો.પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા એકાદ વર્ષથી આ બંને શખ્સોએ શીતલ પાર્ક ચોક,બજરંગ વાડી અને જામનગર રોડ આસપાસના વિસ્તારમાં તરખાટ મચાવ્યો હતો.એક વર્ષથી આ બંને શખ્સો પોલીસને ચકમો આપી રહ્યા હતા અને બેફામ ચેઈન સ્નેચિંગ કરી રહ્યા હતા.છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારોમાં આ બંને શખ્સોએ 13 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનાઓ આચર્યા હતા.આ શખ્સો પોલીસ માટે પણ પડકાર બન્યા હતા.

આસિફ ખેરાણી અને ગોવિંદ ધામેચા નામના મૂળ ધ્રોલ પંથકના શખ્સોની ધરપકડ કરી

પોલીસે આ વિસ્તારોમાં 70 જેટલા સીસીટીવી ચેક કર્યા હતા.આખરે આ સીસીટીવી ચેક કરતી વખતે એક કાળા કલરનું બાઈક નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ દેખાતા પોલીસે વોચ ગોઠવી જામનગર રોડ પ્રેસ કોલોની પાસેથી આસિફ ખેરાણી અને ગોવિંદ ધામેચા નામના મૂળ ધ્રોલ પંથકના શખ્સોની ધરપકડ કરી હતી.

અંધારાવાળી અને સીસીટીવી ન હોય તેવી જગ્યા પસંદ કરતા

આ બંને શખ્સોની ચીલઝડપ કરવાની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આસિફ ખેરાણી નામનો આરોપી ચીલઝડપ કરતા પહેલા આજુબાજુના વિસ્તારની રેકી કરતો અને ખાસ કરીને અવાવરૂ,અંધારા વાળી જગ્યા,ઓછા લોકોની અવર જવર હોય એવા અને સીસીટીવી કેમેરા ન હોય તેવા વિસ્તારમાં ચીલઝડપ કરવાનું નક્કી કરતા.ખાસ કરીને મોટર સાયકલ પર નીકળતા કપલ જેમાં પાછળ મહિલા બેઠી હોય તેને જોટ મારી ચેઈન ઝૂંટવી લેતા અને ત્યારબાદ પીછો ન થઈ શકે તેવી જગ્યાની શોધ કરી જામનગર રોડ પર ચડીને પોતાના ગામ તરફ ફરાર થઈ જતાં હતાં.

123 ગ્રામ સોનું આરોપીઓ પાસેથી ઝડપાયું

પોલીસે આ બંને શખ્સોને ઝડપી 10 ગ્રામ સોનાનો એક ચેઈન,113 ગ્રામ વજનના 8 નંગ સોનાના ઢાળીયા(સોનું ઓગાળીને બનાવવામાં આવે) અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી એક બાઈક સહિત કુલ 6 લાખ 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ આરોપીઓએ આ ઉપરાંત પણ કોઈ ગુનાઓ આચર્યા છે કે નહિ તે અંગે પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">