Rajkot : લૂંટ-ધાડ કરવા આવેલી ગેંગને પોલીસે પકડી, કેવી રીતે આખું ઓપરેશન પાર પડાયું વાંચો એક્સક્લુઝીવ માહિતી

|

Aug 03, 2022 | 4:52 PM

રાજકોટ(Rajkot) પોલીસને કોઇ ચોક્કસ કડી મળી ન હતી.દરમિયાન એક બાતમીદાર પાસેથી આ ગેંગ રાજકોટ શહેરમાં પ્રવેશી ચૂકી હોવાની બાતમી મળી હતી અને આ ગેંગ અમીન માર્ગ પર છે તેવી માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.

Rajkot : લૂંટ-ધાડ કરવા આવેલી ગેંગને પોલીસે પકડી, કેવી રીતે આખું ઓપરેશન પાર પડાયું વાંચો એક્સક્લુઝીવ માહિતી
Rajkot Police Arrest Gangstar
Image Credit source: Graphic Image

Follow us on

રાજકોટના (Rajkot)  ચિત્રકુટધામ મેઇન રોડ પરથી એસઓજી(SOG)  પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ધર્ષણ થયું હતું જેમાં પોલીસ ફાયરિંગમાં ધાડપાડું ગેંગના (Gangstar) બે સાગરિતો  ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બે સાગરિતો પોલીસ પકડમાં આવી ગયા હતા.પોલીસની કાબેલીદાદ કામગીરીની સરાહના થઇ રહી છે ત્યારે આ આખા ઓપરેશનને કઇ રીતે પાર પાડવામાં આવ્યું તેની એક્સક્લુઝીવ માહિતી ટીવીનાઇન આપને કહેવા જઇ રહ્યું છે.પોલીસ સૂત્રોનું માનીએ તો ચડ્ડી બનિયાન તરીકે કુખ્યાત ગેંગના સાગ્રીતોના નિશાને રાજકોટ હોવાની માહિતી એસઓજીને મળી હતી.એસઓજીની ટીમ આ માટે બાતમીદારોના નેટવર્ક મજબૂત કર્યા હતા.પોલીસની ખાનગી તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ દ્રારા તાજેતરમાં રાજકોટમાં રેકી કરી છે જેના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી.દરમિયાન આ ગેંગ મંગળવારે મોડી રાત્રે ધાડ પાડવા આવી રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે વોચમાં હતા.

આ ગેંગ ખુંખાર છે તેવી પોલીસ પાસે પહેલાથી જ માહિતી હતી

પોલીસને કોઇ ચોક્કસ કડી મળી ન હતી.દરમિયાન એક બાતમીદાર પાસેથી આ ગેંગ રાજકોટ શહેરમાં પ્રવેશી ચૂકી હોવાની બાતમી મળી હતી અને આ ગેંગ અમીન માર્ગ પર છે તેવી માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી.અમીન માર્ગ પર પોલીસ પહોંચી ત્યારે ત્યાં એક બંગલામાં શંકાસ્પદ હિલચાલ જોવા મળી.જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એક શખ્સ શંકાસ્પદ રીતે પ્રવેશ કરી રહ્યો હતો.આ ગેંગ ખુંખાર છે તેવી પોલીસ પાસે પહેલાથી જ માહિતી હતી તેથી એસઓજીના પીઆઇ જે.ડી.ઝાલાએ સાવધાની રાખવા કહ્યું હતું અને પુરતો પોલીસફોર્સ રાખવા અપીલ કરી હતી.પોલીસ બંગલાની નજીક આવતા જ લૂંગારૂઓને ખબર પડી ગઇ જેથી તેઓ બંદલાની અંદરથી જ પથ્થરમારો કરવા લાગ્યા તુરંત જ પીએસઆઇ ડી.બી,ખેર અંદર પ્રવેશતા એક વ્યક્તિને પકડવા પહોંચ્યા ત્યારે એક શખ્સે તેના ગળું પકડી લીધું અને તેની રિવોલ્વોર ઝુંટવવાની કોશિશ કરી,ત્યારબાદ ટીમના અન્ય કોન્સટેબલ બંગલાની અંદર ગયા અને બે શખ્સોને પકડી રાખ્યા.

એસઓજીના પોલીસકર્મી દોડ્યા હતા

આ ગેંગ ખુંખાર હતી તેથી જ પીએસઆઇએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા અને બે સાગ્રીતોને ઇજાગ્રસ્ત કરી દીધા.ત્રણ શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જેની પાછળ એસઓજીના પોલીસકર્મી દોડ્યા હતા ત્યાં એસઓજીની બીજી ટીમ પણ આવી પહોંચી જેમાં એક શખ્સને પકડવામાં સફળ રહ્યા હતા જ્યારે બીજા બે શખ્સો ફરાર થઇ ગયા હતા.પોલીસના ગોળીબારમાં બે શખ્સોને ગંભીર ઇજા પહોંચતા તેમને સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પીએસઆઇને પણ ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

શર્ટ પહેરેલા ન હતા અને શરીરે તેલ લગાવ્યું હતું

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે આ ટોળકીએ શરીરે તેલ લગાવ્યું હતું અને શર્ટ પહેર્યો ન હતો કોઇ પકડે તો તુરંત જ પ્રતિકાર કરી શકાય તે પ્રકારની તૈયારીઓ સાથે આ શખ્સો પહોંચ્યા હતા..પોલીસની સમયસૂચકતા અને પોલીસની સચોટ બાતમીથી રાજકોટના પોસ વિસ્તારમાં એક મોટો બનાવ બનતા અટકી ગયો હતો.

Published On - 4:51 pm, Wed, 3 August 22

Next Article