AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પોલીસના નાકે દમ લાવી દેનારો આરોપી ઝડપાયો, પેરોલ જંપ કરી 29 જેટલા ગુનાઓને આપ્યો અંજામ

Rajkot: છેલ્લા 2 વર્ષથી નડિયાદ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર થનાર આરોપીને રાજકોટ LCB એ ઝડપી પાડેલ છે.પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આરોપી માત્ર પેરોલ પર છૂટીને ફરાર નહોતો થયો પરંતુ ફરાર થઈને અનેક ગુનાઓને અંજામ પણ આપ્યો હતો.રાજકોટ શહેરમાં આ શખ્સે ઘરફોડ ચોરી,વાહન ચોરી તથા ATM ચોરી સહિત 15 જેટલા ગુનાઓ આચર્યા હતા.

Rajkot: પોલીસના નાકે દમ લાવી દેનારો આરોપી ઝડપાયો, પેરોલ જંપ કરી 29 જેટલા ગુનાઓને આપ્યો અંજામ
Ronak Majithiya
| Edited By: | Updated on: Sep 28, 2023 | 4:03 PM
Share

Rajkot:  શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં સતત વધારો થતો હોય શહેર પોલીસ સતત આવા ચોરોને પકડવા પોલીસ કમિશનરની સૂચનાથી પ્રયત્નશીલ છે. ત્યારે આ શખ્સને રાજકોટ એલસીબી ઝોન 2ની ટીમે ઝડપી પાડયો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીમાં આરોપી અજય નાયકા નડિયાદની જિલ્લા જેલમાંથી પેરોલ પર છૂટીને ફરાર થઈને મજૂરી કામ કરવા માટે રાજકોટ આવીને રહેતો હતો અને નહેરુનગર ઇન્ડસ્ટ્રીયલ એરિયાની પાછળના વિસ્તારમાં ભાડે ઓરડી રાખીને રહેતો અને ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપતો હતો. મૂળ વલસાડના આરોપીએ પેરોલ પર ફરાર થઈને 2 વર્ષની અંદર રાજકોટ શહેરના 15 સહિત અલગ અલગ જિલ્લામાં મળીને કુલ 29 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે.

પેરોલ પર છૂટીને 29 જેટલા ગુનાઓને અંજામ આપ્યો

રાજકોટ એલસીબીને આ શખ્સની બાતમી મળતા રાજકોટ ખાતે તે જ્યાં રહેતો હતો ત્યાં પોલીસ જઈને પહોંચતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.ઓરડીના માલિકે ઓરડી બહાર લગાવેલા સીસીટીવી ચેક કરતા આરોપીનો ચહેરો તેમાં દેખાયો હતો.તેના આધારે પોલીસે આ શખ્સને ઝડપી પાડયો હતો.

આરોપીએ પોણા 2 વર્ષ પહેલાં માલધારી ફાટક પાસે આવેલી પાર્થ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાંથી મોડી રાત્રે ટેબલના ખાનામાંથી 1 લાખ 40 હજાર રોકડા, આ જ વિસ્તારમાં સંજય ઓટો મોબાઇલ નામની દુકાનમાંથી 35 હજાર રોકડની ચોરી, આ ઉપરાંત ગોંડલ રોડ પર આવેલા બુલેટના શો રૂમમાંથી 4 લાખ 76 હજાર જેટલી રોકડની ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોર શખ્સે આવી જ રીતે રાજકોટ શહેરમાં 15 જેટલી ચોરીઓને અંજામ આપી પોલીસ માટે પડકારરૂપ બન્યો હતો.

ચોરી કરીને સીસીટીવીની DVR પણ સાથે લઈ જતો હતો

આ ઘરફોડ ચોરની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ શખ્સ નડિયાદ જિલ્લા જેલમાંથી ફરાર થઈને રાજકોટ આવીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોતે પરપ્રાંતિય હોવાની ઓળખ આપી ઓરડી ભાડે રાખીને રહેતો હતો અને પોતે રાતપાળી કરે છે તેવું જણાવીને સાયકલ લઈને રાતે ચોરી કરવા માટે નીકળી જતો.

જ્યાં ચોરી કરવી હોય તે જગ્યાની બરોબર રેકી કરતો હતો.  મોકો મળ્યે પોતાનો પહેરવેશ બદલીને પોતાનો ચહેરો ના દેખાય તે રીતે છૂપી રીતે પોતાની પાસે રહેલા ડિસમિસ અને ગ્રાઇન્ડીંગ મશીન રાખી તિજોરીઓ તથા બારી દરવાજા તોડીને રોકડા રૂપિયાની ચોરી કરી લેતો હતો અને તે દુકાન અથવા શો રૂમના સીસીટીવીનું DVR ખાસ પોતાની સાથે લઈ જતો હતો. જેથી આ આરોપી પકડાઈ નહોતો રહ્યો અને પોલીસ માટે પડકાર બન્યો હતો.

પોલીસે બાતમીના આધારે શાતિર ચોર અજય નાયકાની કરી ધરપકડ

રાજકોટ એલસીબીએ પણ આ આરોપીને ઝડપી પડવાનું નક્કી જ કરી લીધું હોય એમ આઇ વે પ્રોજેક્ટના કેમેરા, કમાન્ડ એન્ડ કન્ટ્રોલના કેમેરા અન્ય સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે આ આરોપી સુરત જિલ્લાના ઉમરપાડામાં હોવાની પોલીસને પાક્કી બાતમી મળતા એલસીબી ઝોન 2ની ટીમે તાત્કાલિક ઉમરપાડા પહોંચી અજય નાયકા નામના આરોપીને ઝડપી પાડયો છે.

આ પણ વાંચો: Ahmedabad Video : સ્પા સંચાલકે યુવતીને જાહેરમાં માર્યો ઢોર માર, નાગાલેન્ડની યુવતીએ નોંધાવી ફરિયાદ, CCTVમાં કેદ થઈ માર મારવાની ઘટના

15 સહિત જૂદા જૂદા જિલ્લાના 29 ગુનાઓને આપ્યો અંજામ

આ આરોપીએ પેરોલ જંપ કરીને રાજકોટ શહેરની 15 સહિત અલગ અલગ જિલ્લાના 29 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હતો.આખરે આ આરોપીને પોલીસે ઝડપીને જેલ હવાલે કર્યો છે.ત્યારે એક વાત નક્કી છે કે કોર્ટ આરોપીને કેટલી સજા હવે આપે છે તે તો કોર્ટ નક્કી કરશે પરંતુ તે હવે પેરોલ પર ક્યારેય છૂટશે નહિ તે વાત નક્કી લાગી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">