Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ, 7 જિલ્લાના 30 હજાર પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

|

Jul 08, 2021 | 2:20 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તેની ચકાસણી કરી હતી.

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ, 7 જિલ્લાના 30 હજાર પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા શરૂ

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા આજે ઓફલાઈન પરીક્ષાની (Offline Examination) શરૂઆત કરવામાં આવી છે. કોરોનાના કેસો (Corona Cases) ઓછા થતા રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષા લેવાની પરવાનગી આપી હતી, જેના આધારે આજથી સ્નાતક, અનુસ્નાતક કક્ષાના 64 જેટલા કોર્સની પરીક્ષા કોરોનાની ગાઇડલાઇનનું (Corona Guidelines) પાલન કરીને યોજવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સ (Social Distance) જળવાય રહે તે માટે 128 કેન્દ્રો પર 30 હજાર વિધાર્થીઓ (Students) પરીક્ષા આપી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ આજે પરીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય તેની ચકાસણી કરી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉપકુલપતિ વિજય દેસાણીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પહેલા અલગ અલગ કોલેજોમાં અને જિલ્લાઓમાં વેક્સિન કેમ્પનું (Vaccine Camp) આયોજન કરવામાં આવ્યું હતુ, જેના કારણે 70 ટકા પરીક્ષાર્થીઓએ વેક્સિન લીધી છે.

પોઝિટિવ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા

આજે શરૂ થયેલી પરીક્ષામાં જો કોઇ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તે માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે સદ્દનસીબે કોરોનાના કેસ ઓછા થતા હાલમાં એક પણ પરીક્ષાર્થી કોરોના સંક્રમિત થયા નથી.

 

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માટીના કથિત કૌભાંડનો મુદ્દો, માટીના ફેરા ટ્રકના બદલે કારમાં કરાયાનો ઓડિટમાં ખુલાસો

Published On - 2:17 pm, Thu, 8 July 21

Next Article