Rajkot: નિખીલ દોંગાને મળી મોટી રાહત, ભુજ જેલમાંથી ફરાર થવાના કેસમાં હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

|

Oct 01, 2022 | 7:03 PM

Rajkot: રાજકોટમાં ગુજસીટોકના ગુનામાં આરોપી નિખીલ દોંગાને રાહત મળી છે. જેલમાંથી ફરાર થવાના કેસમાં હાઈકોર્ટે નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા છે. ભુજની સિવિલ હોસ્પિટલમાંથી મધરાત્રે નિખીલ દોંગા પોલીસને ચક્મો આપી ફરાર થઈ ગયો હતો.

Rajkot: નિખીલ દોંગાને મળી મોટી રાહત, ભુજ જેલમાંથી ફરાર થવાના કેસમાં હાઈકોર્ટે આપ્યા શરતી જામીન
નિખીલ દોંગા

Follow us on

રાજકોટ (Rajkot)માં ગુજસીટોક (GUJCTOC) ના ગુનામાં ભુજ જેલમાં બંધ નિખીલ દોંગા (Nikhil Donga)ને મોટી રાહત મળી છે. જેલમાં બંધ નિખીલ દોંગાને હાઈકોર્ટે (High Court) મોટી રાહત આપી છે. જેલમાંથી નાસી છૂટવાના કેસમાં હાઈકોર્ટે નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા છે. ગુજસીટોકના ગુનામાં નિખીલ દોંગા ભુજ જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરતા શરતી જામીન આપ્યા છે.

‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગૃપનો સંયોજક છે નિખીલ દોંગા

આપને જણાવી દઈએ કે નિખીલ દોંગા ‘યુદ્ધ એજ કલ્યાણ’ નામના ગૃપના સંયોજક છે. નિખીલ દોંગાની સંસ્થાએ પાટીદાર સંમેલન યોજ્યુ હતુ. ધારાસભ્ય વિરુદ્ધ આ પાટીદાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. નિખીલ દોંગાએ ધારાસભ્ય સામે પડકાર પણ ફેંક્યો હતો. સરદાર પટેલ જયંતિએ જેલ બહાર આવવાની જાહેરાત કરી હતી. હાલ 31 ઓક્ટોબર પહેલા નિખીલ દોંગાની તરફેણમાં મહત્વનો ચુકાદો આવ્યો છે.

આપને જણાવી દઈએ કે નિખીલ દોંગા ગેંગ સામે મિલકતો પચાવી પાડવી, હત્યાની કોશિષ સહિતના 117 જેટલા ગુનામાં સંડાવાયેલો છે. નિખીલ દોંગા સામે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 14 કરતા વધુ ગુના નોંધાયેલા છે. રાજકોટ જિલ્લામાં અનેક ગુન્હા આચરનાર નિખીલ દોગાને પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ ઝડપીને ગોંડલ કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યો હતો. પરંતુ રૂપિયા વેરવામાં પાછી પાની નહી કરનારા નિખીલ દોગાએ ગોંડલ જેલના તંત્રને ખરીદી લીધુ હોય તેમ જેલમાં સજા કાપવાને બદલે એશોઆરામ કરતો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઘટનાની જાણ, રાજકોટ જિલ્લા પોલીસ વડાને થતા, તેમણે ગોડલ જેલના જેલર ડી કે પરમાર સામે ફરિયાદ નોધીને કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ નિખીલ દોંગાને ભુજની પલારા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ જેલમાં બેસીને ગુનાખોરીને અંજામ આપતા નિખીલ દોંગાને ભુજની પલારા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેનુ ધાર્યુ ન થતા નિખીલ દોંગા બિમાર થઈ ગયો હતો. ત્યારબાદ જેલ સત્તાવાળાઓએ તેને ભૂજની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

આ સિવિલમાંથી પણ નિખીલ દોંગા પોલીસને ચકમો આપી મધરાત્રે ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે તેને નૈનિતાલથી ઝડપી પાડ્યો હતો. જમીન પચાવી પાડવી, ધારાસભ્યને ધમકી આપવા સહિતના અનેક ગુના નિખીલ દોંગા સામે નોંધાયેલા છે. હાલ ગુજરાત હાઈકોર્ટે જેલમાંથી નાસી છૂટવાના કેસમાં નિખીલ દોંગાને શરતી જામીન આપ્યા છે. અગાઉ નિખીલ દોંગાએ 31 ઓક્ટોબર પહેલા જેલમાંથી બહાર આવવાની જાહેરાત પણ કરી હતી.

Next Article