AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજકોટના દરેક બ્રિજ પર સીસીટીવીનો અભાવ, મનપા અને પોલીસ એકબીજાને આપી રહ્યા છે ખો

Rajkot: રાજકોટના 9 ઓવરબ્રિજ પૈકી એકપણ બ્રિજ પર સીસીટીવી કેમેરા નથી, જે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી દર્શાવે છે. એટલુ જ નહીં સીસીટીવી સાછે ઓવરબ્રિજના બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. આ અંગે પૂછાતા RMC અને પોલીસ એકબીજાને ખો આપી રહ્યા છે.

Rajkot: રાજકોટના દરેક બ્રિજ પર સીસીટીવીનો અભાવ, મનપા અને પોલીસ એકબીજાને આપી રહ્યા છે ખો
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 22, 2023 | 6:02 PM
Share

Rajkot: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બુધવારની મધરાતે એક માલેતુજારના દીકરાની બેફિકરાઈભરી ઓવરસ્પીડ (Overspeed) ડ્રાઈવિંગમાં આવતી કારે 9 નિર્દોષ જિંદગીનો ભોગ લઈ લીધો હતો. ઘટનાસ્થળે મરણચીસો ગૂંજી ઉઠી હતી. આ કરૂણ દુર્ઘટના બાદ રાજ્યભરના ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા અને ઓવરસ્પીડના બોર્ડનો મુદ્દો ગાજ્યો છે.

tv9 દ્વારા રાજકોટના ઓવરબ્રિજમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યુ જેમા ચોંકાવનારી બાબતો સામે આવી છે. જેમા રાજકોટના એકપણ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ન હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં સૌથી ગંભીર બાબત તો એ છે કે સીસીટીવી સાથે ઓવરબ્રિજના બોર્ડ પણ લગાડવામાં આવ્યા નથી. જે મહાનગરપાલિકાની બેદરકારી દર્શાવે છે.

રાજકોટમાં આવેલા ઓવરબ્રિજ

  • સિવીલ હોસ્પિટલ ઓવરબ્રિજ
  • રામાપીર ચોક ઓવરબ્રિજ
  • રૈયા ચોક ઓવરબ્રિજ
  • નાનામૌવા ઓવરબ્રિજ
  • મવડી ચોક ઓવરબ્રિજ
  • કેકેવી હોલ ઓવરબ્રિજ
  • ગોંડલ રોડ ઓવરબ્રિજ
  • ભગવતીપરા ઓવરબ્રિજ
  • જડ્ડુસ ચોક ઓવરબ્રિજ

આ ઉપરાંત શહેરમાં માધાપર ચોક ઓવરબ્રિજ અને કેકેવી હોલ ઓવરબ્રિજ હજુ નિર્માણ પામેલા છે.

RMC અને પોલીસની એકબીજાને ખો-ખો

ઓવરબ્રિજમાં CCTV કેમેરા અને સ્પીડ લીમીટના બોર્ડને લઇને રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે. રાજકોટ પોલીસના અધિકારીએ દાવો કર્યો છે કે ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી મહાનગરપાલિકાની છે. જેનો કમાન્ડ અને કન્ટ્રોલ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવે છે. જેથી આ કામ ટ્રાફિક પોલીસનું નથી. બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે જ્યાં ટ્રાફિક પોલીસની જરૂરિયાત હોય તે સ્થળોએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવતા હોય છે. ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરાને લઇને કોઇ માંગણી મૂકવામાં આવી નથી. જેથી કેમેરા લગાડવામાં આવ્યા ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Rajkot : જવેલર્સને ત્યા IT વિભાગની સતત ચોથા દિવસે તપાસ, અત્યાર સુધીમાં 5 કરોડ રુપિયાથી વધુની રોકડ મળી

શું પોલીસ દુર્ઘટનાની રાહ જોઇ રહી છે? કોંગ્રેસ

આ અંગે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું હતું કે પોલીસ વિભાગ દ્રારા લોકોના જીવ બચાવવા માટે ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા અને સ્પીડ લીમીટના બોર્ડ લગાડવા જોઇએ. પોલીસ શું કોઇ દુર્ઘટનાની રાહ જોઇ રહી છે. પોલીસે ભલમનસાહી છોડીને ઓવરસ્પીડમાં જતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવી જોઇએ અને દરેક ઓવરબ્રિજમાં સીસીટીવી કેમેરા લગાડવા જોઇએ.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">