ઓમીક્રોનને લઇને એલર્ટ , રાજકોટ વહીવટીતંત્રએ શરૂ કરી વ્યવસ્થાની સમીક્ષા

| Edited By: | Updated on: Dec 06, 2021 | 4:43 PM

રાજકોટ જિલ્લા કલેક્ટરે બોલાવેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.. આ ઉપરાંત શહેરમાં નવી લેબોરેટરી બનાવવાની માગ પણ ઉઠી હતી.

ગુજરાતમાં(Gujarat)ધીરે ધીરે કોરોનાના(Corona)નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron)અસર જોવા મળી રહી છે. તેમજ કોરોનાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે . ત્યારે ઓમિક્રોન વાયરસને લઈને રાજકોટનું તંત્ર સફાળુ જાગ્યુ છે. પી.ડી.યુ મેડિકલ કોલેજ ખાતે અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક બોલાવી હતી.

જેમાં કેવી સુવિધા ઉભી કરી શકાય અને મહેકમ સ્ટાફની ભરતી સહિતના મુદ્દાઓની તેમજ ઓમિક્રોનના દર્દી માટે નવા વોર્ડની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા થઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. આ  ઉપરાંત શહેરમાં નવી લેબોરેટરી બનાવવાની માગ પણ ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat) ઓમીક્રોન(Omicron)વેરીએન્ટની એન્ટ્રી બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ (Health Department) સતર્ક બન્યું છે. જેના પગલે રાજ્યમાં સારવાર માટે બેડ,(Bed) ઓક્સિજન( Oxygen)અને દવાઓની(Medicine)અછત ના સર્જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ નવો વેરીએન્ટ આવે તો તેને પહોંચી વળવા સરકારે 87959 બેડની વ્યવસ્થા કરી છે.

જેમાં હાલ રાજ્યમાં 87959 ICU,વેન્ટિલેટર, ઓક્સિજન અને જનરલ બેડની વ્યવસ્થા છે. તેમજ દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો છે.

નવા વેરીએન્ટને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે.કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજન અને રેમડેસીવીરની અછત સર્જાઈ હતી.જેના કારણે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે…

આ પણ  વાંચો: ગુજરાતની કાબિલે તારિફ સિદ્ધિ, Vaccination માં વિકસિત દેશોને પાછળ છોડયા

 આ પણ વાંચો: Ahmedabad: બનાવટી ઘી બનાવતું ગોડાઉન ઝડપાયું, નકલી ઘી બનાવી બ્રાન્ડેડ નામે વેચતા હતા આરોપીઓ, 2ની થઈ ધરપકડ

Published on: Dec 06, 2021 04:37 PM