AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પરષોત્તમ પીપળીયા અને બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે થયું સમાધાન,ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને ગણાવી હતી અંધશ્રદ્ધા

પરષોત્તમ પીપળીયા રાજકોટના ખૂબ જ જાણીતા સહકારી ક્ષેત્રના આગેવાન છે અને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના CEO છે.બાગેશ્વર ધામના દરબાર અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને લોકોને આ પ્રકારની અંધશ્રધ્ધામાં ન આવવા પણ અપીલ કરી હતી

Rajkot: પરષોત્તમ પીપળીયા અને બાગેશ્વર ધામ સમિતિ વચ્ચે થયું સમાધાન,ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને ગણાવી હતી અંધશ્રદ્ધા
Rajkot Bageswar Dham
Ronak Majithiya
| Edited By: | Updated on: May 19, 2023 | 1:31 PM
Share

પોતાના દિવ્ય દરબારોથી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના પહેલી વાર ગુજરાતમાં (Gujarat) દરબાર યોજાઈ રહ્યા છે.અમદાવાદ,સુરત અને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાશે.જ્યારથી આ દરબાર યોજાવાની જાહેરાત થઈ છે ત્યારથી જ અનેક વિવાદ સામે આવી રહ્યા છે.કોઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરી રહ્યા છે તો કોઈ અંધશ્રદ્ધા ગણાવી વિરોધ કરી રહ્યા છે.

રાજકોટના જાણીતા સહકારી આગેવાન અને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના CEO પરષોત્તમ પીપળીયાએ પોતાના સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પોસ્ટ મૂકતા તમામ જગ્યાઓ પર ચર્ચા અને વિવાદ થયા હતા.પરંતુ આખરે પરષોત્તમ પીપળીયા અને બાગેશ્વર ધામ સમિતિ,રાજકોટ વચ્ચે સમાધાન થયું છે.

પરષોત્તમભાઈનો અંધશ્રદ્ધાનો મુદ્દો મુખ્ય સમિતિ સુધી પહોંચાડીશું :બાગેશ્વર ધામ સમિતિ

સહકારી આગેવાન પરષોત્તમ પીપળીયાએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમને સનાતન ધર્મનો કોઈ પણ જાતનો વિરોધ નથી.પરંતુ તેમના દરબારમાં ચિઠ્ઠીમાં લખવાની વાતો જેવી અંધશ્રદ્ધા ફેલાવતી વાતોથી વિરોધ છે. તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે”શું ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તે કહેશે?”. આ અંગે વિવાદ સર્જાયો હતો અને પરષોત્તમ પીપળીયાને સોશિયલ મીડિયા અને ટેલીફોનીક ધમકીઓ પણ મળવાનું શરૂ થયું હતું.છતાં પણ તેમણે પિતાનું સ્ટેન્ડ યથાવત રાખવાનું જણાવ્યું હતું.

પરંતુ વિવાદ વધુ વકરતા બાગેશ્વર ધામ સમિતિ રાજકોટના યોગીન છનીયારા સહિતના આગેવાનોએ પરષોત્તમ પીપળીયા સાથે મુલાકાત કરી હતી અને આ અંગે ચર્ચા કરી હતી.ત્યારબાદ તેઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે પરષોત્તમ ભાઈ અધશ્રધ્ધા અંગે જે મુદ્દો ઉઠાવી રહ્યા છે તે અંગે અમે મુખ્ય બાગેશ્વર ધામ સમિતિના મુખ્ય ટ્રસ્ટીઓ અને સંયોજકોનું ધ્યાન દોર્યું છે.જેથી પરષોત્તમ ભાઈ પણ અમારી વાત સાથે સહમત છે અને આ વિવાદ અહીંયા પૂર્ણ થાય છે.આ અંગે પરષોત્તમ પીપળીયા સાથે tv9 એ વાત કરતા તેમણે આ વાતની ખરાઈ કરી હતી અને તેઓ પણ આ વાત સાથે સહમત થયા છે.

કોણ છે પરષોત્તમ પીપળીયા?

પરષોત્તમ પીપળીયા રાજકોટના ખૂબ જ જાણીતા સહકારી ક્ષેત્રના આગેવાન છે અને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના CEO છે.બાગેશ્વર ધામના દરબાર અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને લોકોને આ પ્રકારની અંધશ્રધ્ધામાં ન આવવા પણ અપીલ કરી હતી.તેમને મળેલી ધમકીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે મારવાનું હશે તો કોઈ પણ રીતે મોત આવશે તેઓ પહેલાથી જ બોનસ જીવી રહ્યા છે અને મોતથી તેઓ ડરતા નથી.

રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">