Rajkot : ઉનાળા શરૂ થતા જ 11 ગામોમાં પીવાના પાણીની સમસ્યા

મનહરપુર ગામમાં રોજના છ ફેરા પાણીના (Water) ટેન્કરના આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગુંદાળા, જીવાપર, રામપર બેટી, ગારાડી, આણંદપુર નવાગામ, બામણબોર સહિતના ગામોમાં ટેન્કરથી પાણી પુરુ પાડવામાં આવે છે.

Rajkot : ઉનાળા શરૂ થતા જ 11 ગામોમાં પીવાના પાણીની સમસ્યા
Rajkot: Drinking water problem in 11 villages as summer begins (ફાઇલ)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 14, 2022 | 8:30 PM

Rajkot : ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. રાજકોટ જિલ્લામાં સૌની યોજના થકી પીવાના પાણીની (Water) કોઈ ગંભીર સમસ્યા (Problem) નથી. પરંતુ આસપાસના 11 જેટલા ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડી રહ્યું છે. જોકે આ બધાની વચ્ચે જિલ્લા વિકાસ અધિકારી સબ સલામતના દાવાઓ કરી રહ્યા છે.

આજે રાજકોટનું મનહરપુર ગામ છેલ્લા ઘણાં સમયથી આ ગામમાં પાણીની સમસ્યા છે. રાજકોટના પાદરે આવેલા ગામમાં ટેન્કરથી પાણી પહોંચાડવાની ફરજ પર પડી રહી છે. છેલ્લા દસ વર્ષથી આ ગામમાં પાણીની કોઇ નક્કર યોજના અમલમાં નથી આવી. જેથી ગામ લોકોને ટેન્કર વડે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગામ લોકોના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે .મનહરપુર ગામમાં રોજના છ ફેરા પાણીના ટેન્કરના આપવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના ગુંદાળા, જીવાપર, રામપર બેટી, ગારાડી, આણંદપુર નવાગામ, બામણબોર સહિતના ગામોમાં ટેન્કરથી પાણી પુરુ પાડવામાં આવે છે.

બીજી તરફ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું હતું કે ચોમાસુ બેસે નહીં ત્યાં સુધી એટલે કે જુલાઈ મહિનાના અંત સુધી જિલ્લામાં પીવાના પાણીની કોઈ જ સમસ્યા ઊભી થશે નહીં, જે વિસ્તારોમાં પાણીની પાઈપલાઈન મૂકવામાં આવી નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

મહત્વનું છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં પાણીની કટોકટીના સર્જાય તે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને દર પંદર દિવસે રીવ્યુ બેઠક મળે છે. જેમાં પાણીનું આયોજન કરવામાં આવે છે. તંત્રના દાવા પ્રમાણે ઓગસ્ટ મહિના સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા સર્જાય તેવું લાગતું નથી અને સૌની યોજના થકી અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે આ વખતે બોરના પાણી અગાઉથી જ સુકાઈ ગયા છે. જેના કારણે સંપૂર્ણ આધાર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી પર જ રાખવો પડી રહ્યો છે. ત્યારે સરકાર પીવાના પાણીની કટોકટી સર્જાઇ તે માટે તે પ્રકારનું આયોજન કરે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :Ahmedabad : જીટીયુ ખાતે 5 ટ્રીલિયન ઈકોનોમીમાં ટેક્નોલોજીના રોલ અંગે રાઉન્ડ ટેબલ મીટ યોજાઈ

આ પણ વાંચો :પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને સરકાર આપશે મોટી ભેટ, ખેડૂતોને પ્રતિ હેક્ટર મળશે 32,500 રૂપિયા

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">