Rajkot : PM Modi માટે કોઇનમેને તૈયાર કરી ખાસ સિક્કાઓની ફ્રેમ,વિશ્વના તમામ ચલણી સિક્કાઓનો સમાવેશ
આ પહેલા નરેન્દ્ર સોરઠીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આવો ખેસ ભેટ આપ્યો હતો જે જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા.આ ઉપરાંત તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પણ આ ખાસ ખેસ બનાવી ભેટ આપી ચૂક્યા છે
PM Modi Gujarat Visit : 27 જુલાઈ એટલે કે આવતીકાલે પીએમ મોદી રાજકોટ (Rajkot) આવી રહ્યા છે.પીએમ મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ,kkv ચોક ઓવરબ્રિજ અને સૌની યોજનાનું લોકાર્પણ કરવાના છે.ભાજપ અને તંત્ર પીએમ મોદીમાં સ્વાગત માટે તડામાર તૈયારી કરી રહ્યું છે.પીએમ મોદીના દેશ-દુનિયામાં કરોડો ચાહકો છે.ત્યારે તેમના હોમસ્ટેટ ગુજરાતમાં સૌથી વધુ ચાહકો હોય તે સ્વાભાવિક છે.
રાજકોટમાં પીએમ મોદીના એવા કેટલાક ચાહકો છે જેમણે પીએમ મોદીને આપવા માટે કલાકો સુધી મહેનત કરીને ખાસ ભેટ તૈયાર કરી છે.ત્યારે રાજકોટના કોઈનમેન તરીકે જાણીતા નરેન્દ્ર સોરઠીયાએ પીએમ મોદીને આપવા માટે એક યુનિક ભેટ તૈયાર કરી છે.
કોઈનમેન નરેન્દ્ર સોરઠીયા પીએમ મોદી માટે યુનિક ફ્રેમ અને ખેસ તૈયાર કર્યા
રાજકોટમાં રહેતા નરેન્દ્ર સોરઠીયા કોઈનમેન તરીકે જાણીતા છે.તેમની પાસે વિશ્વના તમામ દેશોના સિક્કા અને ચલણી નોટોનું ભવ્ય કલેક્શન છે.તેઓ અનેક હસ્તીઓને આ કલેક્શનમાંથી ભેટ આપી ચૂક્યા છે.ત્યારે તેમણે પીએમ મોદીને ભેટ આપવ માટે એક ફ્રેમ તૈયાર કરી છે.જેમાં વિશ્વના 195 દેશોના સિક્કાઓ જડવામાં આવ્યા છે અને આ ફ્રેમની બોર્ડર પર પીએમ મોદીને 72 વર્ષ થયા હોવાથી તેમના 72 ફોટો લગાડવામાં આવ્યા છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે પણ આવો જ ખેસ તૈયાર કર્યો
આ ઉપરાંત તેમણે ભાજપનો ભાગવા કલરનો એક ખેસ પણ તૈયાર કર્યો છે.જેમાં ભારતના ઐતહાસિક સિક્કાઓથી લઈને અત્યાર સુધીના સિક્કાઓ છે.આ ખેસમાં પણ ભાજપનો સિમ્બોલ અને પીએમ મોદીનો ફોટો તેમણે લગાડ્યો છે.આ ઉપરાંત તેમણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ માટે પણ આવો જ ખેસ તૈયાર કર્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી,સીઆર પાટીલ સહિત અનેક હસ્તીઓને આપી ચૂક્યા છે ભેટ
આ પહેલા નરેન્દ્ર સોરઠીયાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ આવો ખેસ ભેટ આપ્યો હતો જે જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હતા.આ ઉપરાંત તેઓ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલને પણ આ ખાસ ખેસ બનાવી ભેટ આપી ચૂક્યા છે અને તેઓ પણ નરેન્દ્ર સોરઠિયાનું વિશ્વના તમામ દેશની ચલણી નોટ અને સિક્કાઓનું કલેક્શન જોઈને ખૂબ પ્રભાવિત પણ થયા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો