Rajkot : માસુમ પર અંગત સ્નેહીજન દ્વારા દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની POCSO એક્ટ હેઠળ ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી મહિલાને એક દીકરો અને એક ચાર વર્ષની દીકરી છે અને તેનો પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. જેથી વારંવાર બહારગામ જવાનું થતું હોય છે.જે દરમિયાન મહિલા તેના સંતાનો સાથે પોતાના પિયરે જતી હોવાનું જણાવ્યું હતું. ત્રણેક દિવસ પહેલા પતિને બહારગામ જવાનું હોય જેથી મહિલા ભાવનગર રોડ પર આવેલા તેના પીયરે ગઈ હતી
રાજકોટ જિલ્લામાં અવાર નવાર નાના બાળકો પર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવો સામે આવતા હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં આસપાસના લોકો કે અંગત સગા વહાલાઓમાંથી જ કોઈક વ્યક્તિ દ્વારા આવો અપરાધ કરાયો હોવાનું ખુલતું હોય છે. ત્યારે વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી સાથે તેના સગા મામા અડપલાં કરતા હતા. માસૂમના દાદીની ફરિયાદના આધારે થોરાળા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ધરપકડ કરી છે. ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા મહિલાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બાળકીના દાદીએ ફરિયાદમાં કહ્યું હતું કે તેની ચાર વર્ષની પૌત્રી તેની માતા સાથે તેના મામાના ઘરે અવાર નવાર જતી હતી.ત્યારે તેનો મામા ભાણેજને રમાડવાના બહાને પોતાના રૂમમાં લઇ જતો હતો અને ત્યારબાદ બાળકી સાથે શારીરિક છેડછાડ કરતો હતો.બાળકીના સગા મામાએ અનેક વખત આવું કરતાં બાળકીએ તેના દાદીને મામા દ્વારા કરાતા કૃત્યની વાત કરી હતી.
થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી
પૌત્રીની વાત સાંભળી દાદીના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ તેમની થઈ ગઈ હતી.ત્યારબાદ તેમને ભોગ બનનાર બાળકીની માતાને આ વાતની જાણ કરી હતી.પોતાનો સગો ભાઈ આવું કૃત્ય કરે તે વાત માનવામાં ન આવતા બાળકીની માતાએ ફરિયાદ ન કરવા દીધી. પરંતુ ભોગ બનનાર બાળકીના દાદીએ નક્કી જ કર્યું હતું કે તેમની પૌત્રી સાથે થયેલા કૃત્યની તેમણે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
Pocso act હેઠળ આરોપી પોલીસ સકંજામાં
પોલીસના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી મહિલાને એક દીકરો અને એક ચાર વર્ષની દીકરી છે અને તેનો પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. જેથી વારંવાર બહારગામ જવાનું થતું હોય છે.જે દરમિયાન મહિલા તેના સંતાનો સાથે પોતાના પિયરે જતી હોવાનું જણાવ્યું હતું. ત્રણેક દિવસ પહેલા પતિને બહારગામ જવાનું હોય જેથી મહિલા ભાવનગર રોડ પર આવેલા તેના પીયરે ગઈ હતી.ત્યારે બાળકી સાથે તેના ભાઈએ શારીરિક છેડછાડ કરી હતી અને બાળકીએ તેના દાદીને આ વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતી. બાળકીના દાદીએ ફરિયાદ કર્યા પોલીસે બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું તેમજ આરોપી સામે pocsoનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આરોપી મામાની પૂછપરછ કરતા તે મજૂરી કરતો હોવાનું અને અપરિણીત હોવાનું સામે આવ્યું હતું.
બાળપણ ક્યાં સુધી નંદવાતુ રહેશે!! સમાજમાં જાગૃતિ ક્યારે ?
બાળકો સમાજનું ભવિષ્ય છે, છતા દિવસે ને દિવસે યૌન શોષણના બનાવો વધી રહ્યા છે . બાળપણમાં આવા દુષ્કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ એવી માનસિક યાતના વેઠતી હોય છે જેની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ હોય તેથી જ મહામુલુ બાળપણ નંદવાય ન જાય આ માટે સમાજની દરેક વ્યક્તિએ જાગૃત થવું જ રહ્યું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…